India Pak War : સાંજે યુદ્ધવિરામ, રાતમાં હુમલો – પાકિસ્તાને ફરી બતાવ્યો પોતાનો અસલી ચહેરો
India Pak War : ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિના સંકેતો વચ્ચે પણ તણાવ ઘટ્યો નથી. શુક્રવારે સાંજે 5 વાગ્યે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયો હતો. પરંતુ થોડી જ ઘડીઓ બાદ પાકિસ્તાને યુદ્ધવિરામ ભંગ કરીને ભારત પર ફરીથી હુમલાની ઘોષણા કરી હતી. આ સંજોગોમાં, ગુજરાતની કચ્છ સરહદે પાકિસ્તાની ડ્રોન પ્રવૃત્તિઓ નોંધાઈ રહી છે.
કચ્છમાં પકડાયો શંકાસ્પદ ડ્રોન
આજ સુધી કચ્છના વિવિધ વિસ્તારોમાં કુલ 8 પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. ભારતીય સેનાએ તરત જ કાર્યવાહી કરીને તેમામાંથી ત્રણ ડ્રોનને હવામાં જ તટસ્થ કર્યા હતા. એક શંકાસ્પદ ડ્રોન કબ્જે પણ કરવામાં આવ્યો છે, જે ભુજ નજીકના વિસ્તારમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડ્રોન જાસૂસી અને શક્ય રીતે હથિયારવાહક પણ હોઈ શકે છે.
ભૂજ, પાટણ અને બનાસકાંઠામાં કાળું અંધારું
સુરક્ષા સ્થિતિને ધ્યાને રાખીને કચ્છ સહિત પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા રાત્રે 7 વાગ્યાથી બ્લેકઆઉટના આદેશ આપવામાં આવ્યા હતા. જ્યારે જામનગર અને આસપાસના દરિયાકાંઠા વિસ્તારોમાં સાયરન વગાડવામાં આવ્યા હતા અને લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવાની સલાહ અપાઈ હતી.
હવાઈસેના સક્રિય: માળખાગત સુરક્ષા મજબૂત
ભારતીય વાયુસેનાએ ભુજ એરબેઝ, જામનગર અને પઠાણકોટ સહિતના મહત્વના લશ્કરી મથકો પર સુરક્ષા વધારવાની સાથે સતત પેટ્રોલિંગ શરૂ કર્યું છે. કર્નલ સોફિયા કુરેશીએ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાને હાઇ-સ્પીડ મિસાઇલ વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેમાં અવમૂલ્ય નુકસાન થયું હોવાના સંકેતો છે.
અમદાવાદ અને રાજકોટ પર અસર
હવાઈસેનાની કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થાને કારણે અમદાવાદ એરપોર્ટ પરથી 8 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેમાં 4 આગમન અને 4 પ્રસ્થાન સામેલ છે. રાજકોટ એરપોર્ટ પરથી પણ નાગરિક વિમાનોની અવરજવર 3 દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે.
સિદ્ધ થાય છે પાકિસ્તાનની નાપાક મનશા
જ્યાં સમગ્ર વિશ્વ શાંતિ માટે આગળ વધવાનું ઈચ્છે છે, ત્યાં પાકિસ્તાનની આ પ્રવૃત્તિએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે આતંક અને ઉશ્કેરણીના રસ્તાથી હજી પણ દૂર નથી,,તેની આ ઉપસ્થિતિને આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર ચિંતાનું કારણ માનવામાં આવી રહ્યું છે.
નિષ્ણાતોનું માનવું છે કે આવા ડ્રોન પ્રવૃત્તિઓ એ માત્ર સુરક્ષા નહીં પણ રાજકીય સંદેશ પણ હોય શકે છે.