International Kite Festival: અમદાવાદમાં 11 થી 14 જાન્યુઆરી યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, 143 પતંગબાજો, 47 દેશોમાંથી ભાગ લેશે!
International Kite Festival ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ ગુજરાતના ઉત્તરાયણ તહેવારને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ કરવા માટે દર વર્ષે આયોજિત થાય
International Kite Festival આ મહોત્સવ ગુજરાતના વિવિધ સ્થળોને પ્રોત્સાહન આપે છે અને પર્યટકોને આકર્ષિત કરે
International Kite Festival: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ ગુજરાતના ઉત્તરાયણ તહેવારને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ કરવા માટે દર વર્ષે આયોજિત થાય છે. આ મહોત્સવ દેશના વિવિધ પતંગબાજોને આકર્ષિત કરે છે અને ગુજરાતની લોકકલા, સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રને આકર્ષક બનાવે છે. શરૂઆતમાં ફક્ત અમદાવાદમાં આયોજિત થતો આ મહોત્સવ હવે રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ જોવા મળે છે. International Kite Festival
આ વર્ષે, ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’ International Kite Festival 11 થી 14 જાન્યુઆરી સુધી યોજાશે. આ મહોત્સવનું ઉદ્ઘાટન 11 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદના વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસમંત્રી મૂળૂભાઇ બેરા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
આટલું જ નહીં, આ મહોત્સવ અમદાવાદ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ, વડોદરા, સુરત, શિવરાજપુર અને ધોરડો જેવી મહત્ત્વપૂર્ણ જગ્યાઓ પર પણ આયોજિત થશે. આ વર્ષે 47 દેશોના 143 પતંગબાજો અને ભારતમાંના 11 રાજ્યોના 52 પતંગબાજો આમાં ભાગ લેશે. ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લેશે.
ઉદ્ઘાટન પ્રસંગમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને આદિત્ય સ્તુતિ દ્વારા વધુ રત્નાંકિત કરવામાં આવશે. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ, નાઈટ કાઈટ ફાઇલિંગ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ અને રિફ્રેશમેન્ટ સ્ટોલ્સ વગેરેના આયોજનથી મહોત્સવને વધુ આકર્ષક બનાવવામાં આવશે.
આ મહોત્સવ ગુજરાતના પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપે છે અને સમગ્ર વિશ્વથી પર્યટકો અને પતંગબાજોને આકર્ષિત કરે છે, જેના થકી રાજ્યના વિવિધ પ્રવાસી સ્થળોની ઓળખ બને છે.