IPL final 2025: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે ‘ઓપરેશન સિંદૂર’ થીમ પર ભવ્ય ક્લોઝિંગ સેરેમની
IPL final 2025: આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં IPL 2025ની ફાઇનલ રમાવાની છે અને સમગ્ર શહેરમાં જશ્નનો માહોલ છવાઈ ગયો છે. આ મેચ પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે છે—દમદાર બાબત એ છે કે બન્ને ટીમો હજુ સુધી એક પણ IPL ટાઇટલ જીતી નથી, એટલે આ વખતની ટક્કર ખરેખર ઐતિહાસિક બની શકે છે.
ક્લોઝિંગ સેરેમની: ‘ઓપરેશન સિંદૂર’ થીમ પર દેશભક્તિનો રંગ
આ વખતે ક્લોઝિંગ સેરેમની એકદમ જુદી અને ભવ્ય થવાની છે. “ઓપરેશન સિંદૂર” થીમ પર આધારીત કાર્યક્રમ યોજાશે, જેમાં તિરંગાના રંગથી મોદી સ્ટેડિયમ પ્રકાશિત થવાનું છે. સેનાની ત્રણેય શાખાના વડાઓને આમંત્રણ મળ્યું છે, ભલે તેઓ હાજર ન રહે. સંગીતકાર શંકર મહાદેવન લાઈવ પ્રદર્શન આપશે.
ટિકિટ અને ફ્લાઈટ ભાડાંમાં ભડકો
મેચને લઈને ક્રેઝ એટલો છે કે દેશના મોટા શહેરોમાંથી આવતી ફ્લાઈટ્સના ભાડાં 25 હજાર રૂપિયાને પાર ગયા છે, જ્યારે સામાન્ય રીતે તે 3-5 હજાર રૂપિયા વચ્ચે રહે છે. IPL ફાઈનલ માટે 80 હજાર ટિકિટો પહેલા જ વેચાઈ ચૂકી છે. 1.32 લાખ બેઠકો ધરાવતા સ્ટેડિયમમાં 25 હજાર સીટ ખાસ રિઝર્વ રાખવામાં આવી છે.