ગુજરાતના વધુ એક સિનિયર IPS અધિકારી આઈજી હરિકૃષ્ણ પટેલનો કોરોનામાં સપડાયા છે. આઈજી હરિકૃષ્ણ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં સારવાર લેવાના બદલે તેઓ હોમ કોરોન્ટાઈન થયા છે અને ઘરમાં જ તેમની સારવાર ચાલી રહી છે.
ગુજરાતના વધુ એક IPS અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરત શહેરમાં સતત ત્રીજા IPS અધિકારી કોરોનાથી સંક્રમિત થવાના કારણે પોઝિટિવ થયા છે. સુરત શહેરમાં કોરોનાના કેસો વધવાના કારણે સુરતના ઘણા મોટા વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ કન્ટેન્મેન્ટ ઝોનની સુપરવિઝનની જવાબદારી આઈજી હરિકૃષ્ણ પટેલને સોંપવામાં આવી હતી અને સતત આ વિસ્તારમાં કામ કરવાના કારણે તેઓ સંક્રમિત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.