IPS Piyush Patel : ACBના નવા વડા તરીકે IPS પિયુષ પટેલની નિમણૂક, જાણો તેમની પ્રોફાઇલ
IPS પિયુષ પટેલ હવે ગુજરાત ACBના વડા તરીકે જવાબદારી સંભાળશે, જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત માટે મહત્વપૂર્ણ
ઓક્ટોબર 2022માં સુરત રેન્જના IG બનેલા પિયુષ પટેલ, હવે ACBમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે
ગાંધીનગર, બુધવાર
IPS Piyush Patel : રાજ્યમાં એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)ના નવા વડા તરીકે IPS પિયુષ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તેઓ 1998 બેચના આઈપીએસ અધિકારી છે અને પહેલા બીએસએફમાં IGP તરીકે સેવા આપી ચૂક્યા છે.
કોણ છે પિયુષ પટેલ?
IPS પિયુષ પટેલનો જન્મ 28 નવેમ્બર 1971ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બીઈની ડિગ્રી મેળવી છે.
અત્યાર સુધી તેઓ અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) તરીકે સુરત રેન્જના IGની જવાબદારી સંભાળી રહ્યા હતા. અગાઉ 2013માં ડેપ્યુટેશન પર કેન્દ્રમાં ગયા હતા, જ્યાં તેઓ BSFમાં DIG તરીકે જોડાયા અને 2016 સુધી ત્યાં રહ્યા. ત્યારબાદ પ્રમોશન સાથે ADGP બન્યા. ઓક્ટોબર 2022માં સુરત રેન્જના IG તરીકે નિમણૂક પામ્યા…
હવે ACBના વડા તરીકે પિયુષ પટેલની નિમણૂક, ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.