‘આપ’ નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ જામનગરના આમરા ગામે જઇને ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર કર્યો.
ઇસુદાન ગઢવીએ જાતે લોકોના રજીસ્ટ્રેશન કર્યા બાદ લોકોને રોજગાર ગેરંટી કાર્ડ, મફત વીજળી ગેરંટી કાર્ડ અને મહિલા ગેરંટી કાર્ડ આપ્યા.
લોકો એ વિશ્વાસ જતાવ્યો કે, ગુજરાતની ડોર ઇસુદાન ગઢવી જેવા નેતાના હાથમાં છે તેથી આવનારા દિવસોમાં ગુજરાત સુરક્ષિત રહેશે અને દિવસે ને દિવસે પ્રગતિ કરશે.
‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’માં આમ આદમી પાર્ટીને જનતા તરફથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે: ઇસુદાન ગઢવી
કોઇ જાતિ,જ્ઞાતિ કે ધર્મનો આગેવાન આવે તો એમને કહી દેવાનું કે આમ આદમી પાર્ટીની, અરવિંદ કેજરીવાલજીની અને ઝાડુની સરકાર બનવાની છે : ઇસુદાન ગઢવી
દર 2 મહિને કોઇ આગેવાન વીજળી બિલ આપવા નહીં આવે, આપણે પહેલાં આપણા ઘરનું વિચારવાનું છે: ઇસુદાન ગઢવી
18 વર્ષથી ઉપરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા સન્માન રાશિ આપવામાં આવશે તેના માટે દરેક ઘરે મહિલાઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવશે ત્યારે એમને ગેરંટી કાર્ડ મળી જશે : ઇસુદાન ગઢવી
ગુજરાતમાં ‘આપ’ની સરકાર બન્યા બાદ અમે દરેક યુવાને રોજગાર, બેરોજગારને બેરોજગારી ભથ્થુ, મફત વીજળી, મહિલાઓને સન્માન રાશિ, વેપારીઓને ભયમુક્ત વાતાવરણ, વિનામૂલ્યે શ્રેષ્ઠ શિક્ષણ અને આરોગ્યની સુવિધા આપીશું: ઇસુદાન ગઢવી
અમદાવાદ/જામનગર/ગુજરાત
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ત્રીજી સપ્ટેમ્બરે રાજકોટ શહેરથી આમ આદમી પાર્ટીની ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ની શરૂઆત કરી, સ્થાનિક વિસ્તારોમાં જઇને આમ આદમી પાર્ટીનો પ્રચાર કર્યો હતો. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘરે ઘરે જઈને આ ડોર ટુ ડોર કેમ્પેઇન શરૂ કર્યું હતું. આ કેમ્પેનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલ ગેરંટીઓની માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આમ આદમી પાર્ટી આ કેમ્પેઈન દ્વારા સમગ્ર ગુજરાતમાં ખૂબ જ મજબૂત થઈ રહી છે. સમગ્ર ગુજરાતના લોકોએ પણ આ કેમ્પેન ને ખૂબ જ સારું સમર્થન આપીને એ સ્પષ્ટ કરી દીધું છે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદ બની રહેશે.
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ આજે જામનગર જિલ્લાના આમરા ગામે ડોર ટુ ડોર પ્રચાર કરીને આમર ગામના લોકોને આમ આદમી પાર્ટીની ગેરંટીની માહિતી આપી. ઇસુદાનભાઈએ સ્થાનિક લોકો વચ્ચે જઈને લોકો સાથે ચર્ચા કરી અને આમ આદમી પાર્ટીની મહત્વતા અને આમ આદમી પાર્ટી એ દિલ્હીમાં કરેલા કામો વિશે પણ માહિતી આપી. લોકો દ્વારા ઇસુદાન ગઢવીને ખુબ જ સારો આવકાર આપવામાં આવ્યો હતો. લોકો એ વાતને લઇને નિશ્ચિત છે કે, “ગુજરાતની ડોર ઇસુદાન ગઢવી જેવા નેતાના હાથમાં છે તેથી આવનારા દિવસોમાં ગુજરાત સુરક્ષિત રહેશે અને દિવસે ને દિવસે પ્રગતિ કરશે.”
ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેનના માધ્યમથી લોકો અરવિંદ કેજરીવાલજીની જનતાના મુદ્દાઓનો ઉકેલ લાવવાની રાજનીતિથી પ્રભાવિત થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ડોર ટુ ડોર કેમ્પેનમાં ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની જનતાને જે ગેરંટીઓની ભેટ આપી છે તેના વિશે લોકોના ઘરે ઘરે જઈને માહિતી આપતા જણાવ્યું કે, ઘણાં લોકો 5-5 એસી વાપરતા હશે તો એમને વીજળીનું બિલ પુરું ભરવું પડશે. આપણે 1000-1500 નું બિલ આવશે એ ઝીરો હશે. એ બિલ સરકાર ભોગવશે, એટલે ઝાડુને મત અપાવવાનો છે અને બીજા 100 જણ ને કહેવાનું છે, કારણ કે તો જ આપણી સરકાર બનશે. આવી રીતે કાયમ તમારું વીજળીનું બિલ ઝીરો આવશે. એટલે કોઇ જાતિનો આગેવાન આવે, જ્ઞાતિનો આગેવાન આવે કે ધર્મનો આગેવાન આવે તો એમને કહી દેવાનું કે આ આમ આદમી પાર્ટીની, અરવિંદ કેજરીવાલજીની અને ઝાડુની સરકાર બનાવવા માટે છે. માની લો કે તમારી પાસે કોઇ આગેવાન આવે અને કહે કે, તમે અમારી જ્ઞાતિનાં છો અને અમને વોટ આપો, અમારી જાતિનાં છો, ધર્મનાં છો, તો એ વીજળી બિલ આપવા નહીં આવે દર 2 મહિને. આપણે પહેલાં આપણા ઘરનું વિચારવાનું છે. અને 18 વર્ષથી ઉપરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા સન્માન રાશિ પણ આપવામાં આવશે. દરેક ઘરે મહિલાઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવશે ત્યારે એમને ગેરંટી કાર્ડ મળી જશે. આ સિવાય લોકોને મફતમાં સારું શિક્ષણ અને આરોગ્ય, દરેક યુવાને રોજગાર, બેરોજગારને બેરોજગારી ભથ્થુ, વેપારીઓ માટે ભયમુક્ત માહોલ,ખેડૂતો, સરપંચ અને આદિવાસી સમાજ માટે વિશિષ્ટ ગેરંટી, ભ્રષ્ટાચાર મુક્ત શાસન લાવવાની ગેરંટી વિશેની માહિતી પણ ગ્રામજનોને આપી હતી.
લોકો સાથે વાત કર્યા બાદ ઇસુદાન ગઢવીએ જાતે જ લોકોના રજીસ્ટ્રેશન માટે લોકો પાસે આમ આદમી પાર્ટીના રજીસ્ટ્રેશન નંબર પર મિસ કોલ કરાવ્યા અને ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઈન’ અંતર્ગત લોકોના નામ, વિધાનસભાનું નામ, ફોન નંબર તેમજ પરીવારની સંખ્યા અને અન્ય માહિતી લઈને લોકોને રોજગાર ગેરંટી કાર્ડ, મફત વીજળી ગેરંટી કાર્ડ અને મહિલા ગેરંટી કાર્ડ આપ્યા.
‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’માં આમ આદમી પાર્ટીને જનતા તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. ખુબ જ મોટી સંખ્યામાં લોકો ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’માં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને અરવિંદ કેજરીવાલજી દ્વારા કરેલા કામોની સરાહના પણ કરી રહ્યા છે. ગુજરાતની જનતાને વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલજી જે કહે છે તે કરીને બતાવે છે. એટલે ગુજરાતમાં બદલાવ માટે લોકો હવે આમ આદમી પર જ ભરોસો કરી રહ્યા છે. આવનારી ચૂંટણી ગુજરાતમાં ઐતિહાસિક બદલાવ જરૂર લાવશે.