સુરતઃ દિગમ્બર જૈન સમાજના આચાર્ય શાંતિસાગર સામે 19 વર્ષની કોલેજિયન યુવતી ઉપર દુષ્કર્મ આચરવાના રેપ કેસમાં ખુલાસો થયો છે.
યુવતીને પેટ અને ગુપ્તાંગમાં દુખાવાને કારણે ફેમિલિ ડોક્ટર, સાઈકોલોજિસ્ટ, ગાઇનેકોલોજિસ્ટ પાસે લઈ જવામાં આવી હતી. તમામે પોલીસમાં ફરિયાદ કરવાની સલાહ આપી હતી.
દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી માનસિક તણાવ, પેટ અને ગુપ્તાંગમાં દર્દના કારણે કોલેજમાં બેભાન થઈ ગઈ ત્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. યુવતીએ જણાવ્યું હતું કે, દુષ્કર્મની વાત તેના મગજમાંથી નીકળતી નથી. ત્યારે ગાઇનેકોલોજિસ્ટે જણાવ્યું કે, જ્યાં સુધી તમે પોલીસમાં ફરિયાદ નહીં કરો ત્યાં સુધી કોઈ કાર્યવાહી નહીં થાય અને તેના મગજમાંથી આ વાત નીકળશે નહીં. ત્યારબાદ માતા-પિતાએ ફરિયાદ નોંધાવી હતી.
યુવતીને ફેમિલિ ડોક્ટર પાસે લઇ જવામાં આવી હતી. ત્યારબાદ ડોક્ટરે જ યુવતીના પરિવારને ફરિયાદ નોંધાવવા કહ્યું હતું. યુવતી દુષ્કર્મની ઘટના બાદ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેને સાઇકોલોજિસ્ટ પાસે પણ લઈની સલાહ આપી હતી. ત્યારબાદ પોલીસ પાસે જવાની સલાહ આપી હતી. જોકે, પરિવારે કોઈને જાણ ન કરી હતી. અને યુવતી કોલેજમાં બેભાન થઈ જતા આખો કેસ પ્રકાશમાં આવ્યો હતો.