અમદાવાદ : કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર ફેલાયો છે. ભારતમાં પણ કોરોનાના કહેર સામે લડવા માટે 17 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન હોવા છતાં કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર પણ લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે વિગતો આપતા રાજ્યના સચિવ અશ્વિની કુમારે માહિતી આપી હતી તેના મુદ્દા નીચે પ્રમાણે છે.
- રમજાનના માસના સમયગાળા દરમિયાન મુસ્લિમ ભાઈઓ અને બહેનોને ઘરમાં જ રહેવા રાજ્ય સરકારે અપીલ કરી છે.
- રાજ્યમાં દરેક ઝોનમાં પાનની દુકાન અને લીકર શોપ બંધ રાખવાનો સરકારે નિર્ણય જાહેર કર્યો છે.
- રાત્રીના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી દરેક લોકો ઘરમાં જ રહે.
- ચાની દુકાન, હેર સલૂન, બુટિપાર્લર જો ઓરેન્જ અને ગ્રીન જોનમાં છે તેને મંજુરી આપવામાં આવી છે.
- ગ્રીન ઝોનમાં સરકારી બસ (એસટી)ની સેવા શરુ કરવામાં આવશે, જેમાં 30 મુસાફરોને બેસાડવામાં આવશે.
- અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને ગાંધીનગરમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
- જામનગર અને જૂનાગઢ મહાનગરપાલિકામાં શરતો સાથે દુકાનો અને ઉદ્યોગો શરુ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.