Jamnagar Fighter Crash: જામનગરમાં ફાઈટર પ્લેન ક્રેશ: એક પાઈલટનું મોત, બીજાની સારવાર ચાલુ, સમગ્ર વિસ્તાર આગની લપેટમાં
Jamnagar Fighter Crash: જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં આજે ફાઈટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં એક પાઈલટનું મોત નીપજ્યું છે, જ્યારે બીજાને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
પ્લેન ક્રેશ થતા જ આખો વિસ્તાર ધૂમાડાના ગોટેગોટા અને આગની લપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા, જ્યારે SP, કલેક્ટર સહિત પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, અને અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ દુર્ઘટના અંગે વધુ માહિતી મેળવાઈ રહી છે, અને અમારી ટીમ સતત અપડેટ આપી રહી છે.