Jamnagar News : ધ્રોલ નગરપાલિકા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના નેતાનું હાર્ટ એટેકથી નિધન
દશરથસિંહ જાડેજાનું નિધન, ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં શોકની લાગણી
213 બેઠકો બિનહરીફ, 5084 ઉમેદવારો ચૂંટણીમાં હરીફાઈમાં
જામનગર , શુક્રવાર
Jamnagar News : ધ્રોલ નગરપાલિકા ચૂંટણી પહેલાં એક દુઃખદ ઘટના બની છે. જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. 7 ના કોંગ્રેસના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું અચાનક નિધન થયું છે. બિનહરીફ કરવામાં આવેલ આ વોર્ડ માટે તેઓ ચૂંટણી લડી રહ્યા હતા. દશરથસિંહને સાંજના ચાર વાગ્યાની આસપાસ હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ આજે છે. ત્યારે રાજકીય પક્ષો તેઓના ઉમેદવારોનો પ્રચાર કરશે. 2,13 બેઠકો રાજ્યભરમાં બિનહરીફ થઈ ચૂકી છે. મતદાન મથકોની સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને વધારાનો પોલીસ જથ્થો તહેનાત કરવામાં આવશે. 5,084 ઉમેદવારો ચૂંટણીમાં ભાગ લેશે અને 14 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી ડ્રાય ડે રહેશે.
રાજ્ય ચૂંટણી આયોગે વિવિધ નગરપાલિકાઓ અને પંચાયતો માટે 16 ફેબ્રુઆરી, 2025 ના રોજ પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. 7036 ઉમેદવારો માટે ઉમેદવારી પત્રો રજૂ કરાયા હતા, જેમાંથી 5775 પત્રો માન્ય થયા. 213 બેઠકો પર બિનહરીફ થઇ ચૂક્યા છે અને 5084 ઉમેદવારો સ્પર્ધામાં છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડમાંથી 8 બેઠક પર બિનહરીફ પરિણામ આવ્યા છે, જ્યારે અન્ય 7 વોર્ડોમાં ચૂંટણી યોજાશે. 66 નગરપાલિકાઓમાં 461 વોર્ડોમાંથી 24 વોર્ડ બિનહરીફ થયા છે.