જસદણની વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સિટી ઉત્તરમાં 8 ટકા અનો પશ્ચિમમાં 6 ટકા મતદાન થયું છે. કુલ 8 ઉમેદવારો જંગ માટે મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આજે ખરાખરીનો જંગ છે. જસદણમાં એક કલાકમાં સરેરાશ 8 ટકા મતદાન થયું છે અને અત્યાર સુધીમાં કુલ 15 ટકા મતદાન નોંધાયું છે.
નોંધનીય છે કે જસદણમાં અત્યાર સુધીમાં કુલ 14 વખત ચુંટણી યોજાઈ છે જેમાં 3 વખત એપક્ષ વિજેતા થયા હતા અને સતત 5 વખત કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળીયા વિજેતા બન્યા હતા. 104 ગામનું એક શહેરમાં મતદાન યોજાયું છે. 23 ડિસેમ્બરના રોજ પરીણામ આવશે.