Job Fair for ITI and Graduate Candidates: બોટાદમાં ITI અને ગ્રેજ્યુએટ માટે યોજાશે વિશાળ ભરતી મેળો
Job Fair for ITI and Graduate Candidates: બોટાદ જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા 1 જુલાઈ, 2025ના રોજ બોટાદના જિલ્લા સેવા સદન ખાતે વિશાળ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 વાગે શરૂ થનારા આ મેળાનો મુખ્ય હેતુ બોટાદ અને આસપાસના વિસ્તારના નોકરી ઈચ્છુક યુવાઓને વિવિધ ખાનગી કંપનીઓમાં રોજગારીની તક ઉપલબ્ધ કરાવવાનો છે.
ભાગ લેનાર જાણીતી કંપનીઓ
આ મેળામાં ઘણા મોટા ઉદ્યોગ ગૃહોનો સમાવેશ થવાનો છે. જેમાં:
Kosol Energy Pvt. Ltd. (અમદાવાદ) – સોલાર ઉદ્યોગમાં પ્રસિદ્ધ કંપની
AIM Ltd. (ભાવનગર) – વેચાણ અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં વિશેષતા ધરાવતી સંસ્થા
આ કંપનીઓ લાઇન ઓપરેટર, સેલ્સ એક્ઝિક્યુટિવ, બ્રાન્ચ મેનેજર તથા આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર જેવી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરશે.
લાયકાત અને વય મર્યાદા
ઉમેદવારોની ઉંમર: 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત:
ધોરણ 10 પાસ
ધોરણ 12 પાસ
ITI પાસ
ગ્રેજ્યુએટ (સ્નાતક)
જરૂરી દસ્તાવેજોની યાદી
મેળામાં હાજરી માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે:
આધાર કાર્ડ
શૈક્ષણિક પ્રમાણપત્રો (10, 12, ITI, ગ્રેજ્યુએશન)
અનુભવ પ્રમાણપત્ર (જો હોય તો)
તમામ દસ્તાવેજોની મૂળ પ્રતિ અને ઝેરોક્ષ નકલ સાથે લાવવી ફરજિયાત છે
નોંધણી પ્રક્રિયા – અનુબંધમ પોર્ટલ
ઉમેદવારોને સૌપ્રથમ Anubandham Portal પર Job Seeker તરીકે રજીસ્ટ્રેશન કરવું પડશે
રજીસ્ટ્રેશન બાદ “Job Fair” વિભાગમાં જઈને મેળા માટે નોઘણી કરવી પડશે
નોંધણી વિના ઉમેદવારને પ્રવેશ આપવામાં નહીં આવે
સ્થળની માહિતી
સ્થળ: જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ – 364710
સંપર્ક: +91 2849 271301
સમય: સવારે 11:00 કલાકથી શરૂ
કોણે અવશ્ય ભાગ લેવો જોઈએ?
આ મેળો ખાસ કરીને નીચેના ઉમેદવારો માટે યોગ્ય છે:
ITI પાસ યુવાનો
તાજેતરમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ
સોલાર, માર્કેટિંગ અથવા મેનેજમેન્ટ ક્ષેત્રમાં રુચિ ધરાવતા નોકરી ઈચ્છુકો