Kadila Bridge Traffic Diversion Ahmedabad: અમદાવાદ: બુલેટ ટ્રેન માટે કેડીલા બ્રિજ રાત્રે 45 દિવસ માટે બંધ, ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર
Kadila Bridge Traffic Diversion Ahmedabad: અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતીથી વટવા વચ્ચે પાયલોટીંગ અને સેગમેન્ટ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા. લી. દ્વારા હાથ ધરાયેલા આ બાંધકામના ભાગરૂપે કેડીલા બ્રિજ પર પીલર્સ પર સેગમેન્ટ લગાવવાની કામગીરી 6 એપ્રિલ 2025થી 30 મે 2025 સુધી રાત્રિ દરમિયાન થશે.
ટ્રાફિક ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગો
આ બાંધકામ દરમ્યાન કેડીલા બ્રિજ પર BRTS માર્ગ 45 દિવસ માટે બંને છેડેથી બંધ રહેશે.
દિવસ દરમિયાન: BRTS બસો બાજુમાં આપવામાં આવેલા વિકલ્પી માર્ગોનો ઉપયોગ કરી શકશે.
રાત્રિ દરમિયાન: વાહન ચાલકો માટે બંને બાજુના રસ્તા ખુલ્લા રહેશે, પરંતુ જે ભાગમાં કામ ચાલુ હશે તેની બાજુનો રસ્તો વપરાશે.
આ માટે શહેરના વાહનચાલકોને રાત્રિ દરમિયાન વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવે છે.