Kaprada કપરાડાના ચાવશાળા ગામની પ્રાથમિક શાળા જર્જરીત હાલતમાં
- કપરાડાના ચાવશાળા ગામની પ્રાથમિક શાળા જર્જરીત હાલતમાં
- શાળા બન્યા પછી શાળાને ક્યારેય કલરકામ કે રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી
- શાળામાં પાણીનો અભાવ સાફ-સફાઈના અભાવે કચરાના ઢગલા અને જંગલી ઝાડો ઊગી નીકળ્યા
- અનેક રજૂઆત છતાં શિક્ષણ વિભાગમાં બેઠેલા અધિકારીઓ ધ્યાન આપતા નથી
Kaprada બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે તપાસ કરી શાળાનું મકાન નવું બનાવવાની સ્થાનિકોમાં માંગ ઉઠી છે
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાવશાળા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ સુધી અભ્યાસ ચાલે છે અને હાલ આ શાળાનું મકાન ખંડેર હાલતમાં જોવા મળે રહ્યું છે. આ અનુસંધાને સ્થાનિકોએ અનેક વાર રજૂઆત કરી છે પરંતુ સંબંધિત વિભાગના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરતા નથી તેમ જ શાળા સંચાલકોની સફાઈના અભાવે ચારે બાજુ જંગલી ઝાડો ઉગી જવા પામ્યા છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે અમારા બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે તાત્કાલિક ધોરણે શાળાનું નવું મકાન બનાવવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે
પ્રાપ્ત વિગત પ્રમાણે સરકાર ગરીબ આદિવાસીના બાળકોને સારું શિક્ષણ પ્રાપ્ત થાય
એવા ઊંડા હેતુથી શિક્ષણ ક્ષેત્રે કરોડોની ગ્રાન્ટ ફાળવી રહી છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓના કારણે આજે શાળાની હાલત અત્યંત જર્જરીત જોવા મળે છે કપરાડાના ચાવશાળા ગામે આવેલી પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણ સુધીનો અભ્યાસ ચાલે છે પરંતુ શાળાની હાલત જર્જરીત છે શાળા ચારે બાજુથી ખખડી જવા પામી છે. સાફ સફાઈ ના અભાવને લઈ ચારેબાજુ કચરો તેમજ જંગલી ઝાડો ઊગી નીકળ્યા છે ઉપરાંત પાણીનો પણ અભાવ છે જ્યારે શાળા બનાવવામાં આવી છે જેને વર્ષો વીતી ગયા પરંતુ આજ સુધી શાળાનું રીપેરીંગ કે કલર કામ કરવામાં આવ્યું નથી અને શાળાનું કમ્પાઉન્ડ પણ ખંડેર હાલતમાં છે.
જર્જરીત શાળાના મકાનમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે શાળાનું મકાન નવું બનાવવા માટે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં શિક્ષણ વિભાગમાં બેઠેલા અધિકારીઓ ધ્યાન આપતા નથી સ્થાનિક લોકો જણાવે છે કે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરી શાળાનું નવું મકાન બનાવે એવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે