Kheda plastic godown fire: અંબિકા કોમ્પ્લેક્ષ સામે આવેલી રાઈસ મિલમાં લાગી આગ, આસપાસના રહીશો બહાર નીકળી પડ્યા
Kheda plastic godown fire: ખેડા શહેરમાં આવેલી રાઈસ મિલ પાસેના પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે એક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર દહેશતની લહેરમાંથી પસાર થયો હતો. આ આગ અંબિકા કોમ્પ્લેક્ષ સામેના વિસ્તારમાં લાગી હતી અને થોડી જ ક્ષણોમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આસપાસના રહેવાસીઓ પોતાના ઘરોમાંથી બહાર આવી ગયા હતા અને તાકીદે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
જેમ જેમ આગ પ્રસરી, તેમ તાકીદે ફાયર બ્રિગેડની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. નડિયાદની સાથે-સાથે ધોળકા અને અમદાવાદના અસલાલીથી પણ ફાયર ફોર્સની ગાડીઓ મદદરૂપ બની. હાલ પૂરતી માહિતિ મુજબ આગ એટલી ભયાનક હતી કે લગભગ બે કિલોમીટર સુધી ઘન ઘુમાડો દેખાયો હતો.
આ આગમાં પ્લાસ્ટિકથી ભરેલી એક ટ્રક અને એક દુકાન સાથે પાછળના વિસ્તારોમાં આવેલાં કેટલાક ઝૂંપડાં પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. ફાયર વિભાગની ટીમ સતત પાણીના મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હાલ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી, પરંતુ સંપત્તિનું મોટું નુકસાન થયું હોવાની આશંકા છે.