રાજ્યમાં ચૂંટણી નજીક આવતા વિવિધ સંગઠનો ,કર્મચારી સાથે હવે જુદા-જુદા સમાજ પણ સક્રિય જોવા મળી રહ્યા છે અને સરકારને ચારેબાજુથી ઘેરવાના પ્રયાસો કરાઇ રહ્યુ છે. આજે ગાંધીનગરના શેરથા ખાતે માલધારી સમાજ દ્રારા ઢોર નિયંત્રણ વેદના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ જયાં સમ્રગ ગુજરાતના જુદા જુદા જિલ્લઓમાંથી માલધારી સમાજના વડીલો, આગેવાનો ,યુવાનો ,મોટી સંખ્યામાં જોડાયા હતા જેમા રાજ્ય સરકાર દ્રારા લાવવામાં આવેલા ઢોર નિયંત્રણ કાયદાને લઇ આ મહાપંચાયતની બેઠક મળી હતી આ બેઠકમાં 20થી વધુ મંદિરનો મહંત પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ 17થી વધુ સંસ્થાઓના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ચૂંટણીટાણે અલગ અલગ માગણીઓને લઇ સમાજ આકરાપાણીએ જોવા મળી રહ્યો છે
આ અંગે માલધારી સમાજના લોકોએ ચિમકી ઉચ્ચારતા કહ્યુ કે સરકારને આ કાયદો પાછો ખેચે નહીતર આગામી દિવસોમાં નુકશાન રાજ્યસરકારને જ છે અમે અમારા હક અન અધિકારની લડત આપી રહ્યા છે
શું છે માલધારી સમાજની માગણીઓ
1 રખડતા ઢોર નિયંત્રણ કાયદો રદ કરવામાં આવે
2 ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવે
3 ગૌચર પડાવી પાડનારાઓને જેલ ભેગા કરવામાં આવે
4 ગાયોની ચોરી અને હત્યા કરનારાઓને જેલમાં પુરવામાં આવે
5 માલધારી સમાજ સાથે સરકાર બેઠક કરી સંવાદ કરે
6 ગાયો માટે કાઉ હોસ્પિટલ બનાવામાં આવે
7 ગામાડાઓમાં ઘાસચારાઓના ભાવ પર અંકુશ લાવવામાં આવે
8 પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે
9 કાયદો લાવતા પહેલા રેહાઠાણ અને રોજગારની વ્યવસ્થા કરવામાં આવે
10 નવા કાયદોનો ડર બતાવીને ખોટા કેસ કરવામાં ન આવે