વિધાનસભાની ચૂંટણીના ટાણે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ચૂંટણીને જોતા કોંગ્રેસ હવે આક્રમકમૂડમાં જોવા મળી રહી છે આજે 10 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્રારા મોઘવારી,બેરોજગારી, ડ્રગ્સ સહિતના મુદ્દાઓને લઇ બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ રાજ્યમાં કેટલીક જગ્યાએ કોંગ્રેસને બંધનું સમર્થન મળ્યુ હતુ તો કેટલીક જગ્યાએ ફિયાસ્કો પણ જોવા મળ્યો હતો કોંગ્રેસ બંધના એલાન લઇ રાજનીતિ ગરમાઇ છે
ભાજપના મંત્રીઓ દ્રારા આ બંધને લઇ કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે રાજ્યસરકારના પ્રવક્તા જીતુવઘાણી કહ્યુ કે કોંગ્રેસનું બંધનું એલાન સંદતર નિષ્ફળ નિવડ્યુ છે કોંગ્રેસના નેતાઓ બંધ દુકાનોના ફોટા લઇ દુષ્પ્રચાર કરી રહ્યા છે.
તો બીજી તરફ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે પહેલા કોંગ્રેસના તાળા મારેલા કાર્યલયો ખોલવામાં આવે