વિશ્વના મુસાફર ભારત આવે છે તેમાં ગુજરાતમાં મોટા ભાગે કોઈ વિદેશી આવતાં નથી. દેશમાં ગુજરાતનું સ્થાન તો પ્રથમ 10માં આવતું નથી. ત્યાં હવે વિદેશથી આવતાં પ્રવાસીઓ પર હુમલા અને લૂંટ થઈ રહી છે. ગીરનાર પર આવો હુમલો રશિયાથી ગીરનાર ચઢવા માટે આવેલી બે મહિલાઓ પર થયો અને લૂંટનો પ્રયાસ થયો હતો. ગુજરાત સરકાર ગીરનારમાં કુંભ કરી રહી છે. જે શાસ્ત્રોની વિરૃદ્ધ છે. પણ અહીં હવે વિદેશી મુસાફરો પર હુમલો થતાં ગુજરાત રાજ્યની છાપ ખરડાઈ છે. ગુજરાત સરકાર વિદેશી મુસાફરોને સલામતી આપી શકતી નથી એવું સ્પષ્ટ થયું છે.
ભારતમાં જેટલા વણ પ્રવાસીઓ આવે છે તેના 50 લાખ એટલે કે 19 ટકા તામિલનાડુ રાજ્યમાં જાય છે. કારણ કે તામિલનાટુમાં કોઈ મુસાફર પર હુમલા તે લૂંટ થતી નથી. તેની સામે ગુજરાતમાં માંડ 3 લાખ વિદેશીઓ ફરવા આવે છે. વિદેશથી ગુજરાત આવતાં પ્રવાસીઓ અમદાવાદમાં આવવાનું વધારે પસંદ કરે છે. વર્ષ 2 લાખ પ્રવાસીઓ અમદાવાદ આવે છે. જેમાં મોટા ભાગના તો વિદેશ રહેતાં ગુજરાતીઓ હોય છે. ભારતીય ન હોય એવા વિદેશીઓ તો માંડ 10 હજારની આસપાસ હોઈ શકે છે. દિલ્હીમાં 26 લાખ વિદેશી લોકો આવે છે.
વિદેશી જ નહીં પણ ભારતના લોકો ગુજરાત આવતાં હોય એ વાતમાં પણ ગુજરાત પછાત છે. અહીં ભારતના લોકો બહુ ઓછું આવવાનું પસંદ કરે છે. દેશમાં ગુજરાત 9 કે 10માં સ્થાને છે. જે આવે છે તે ધાર્મિક મુસાફરો વધું છે. સોમનાથ, દ્વારકા, અંબાજી છે. ગીર, સાપુતારા, સફેદ રણ જેવા સ્થળો હોવા છતાં પ્રવાસીઓને આકર્ષવા માટે કોઇ પગલાં લેવાયા જ નથી.
આ બધા વચ્ચે હવે જૂનાગઢ ફરવા આવેલી બે રશિયન મહિલાઓ પર હુમલાની ઘટના બનતાં તે 10 હજાર વિદેશીઓ ગુજરાત આવે છે અને જુનાગઢ 10 વિદેશીઓ આવે છે તે પણ બંધ થઈ જશે. રશિયાની બે મહિલાઓ ગિરનાર પર્વતના પગથીયા ચડી રહી હતી, ત્યારે ગિરનારની પ્રથમ ટૂક માળીપરબ પહેલાં 1500 પગથિયા પર એકાએ 3 લૂંટારાઓ આવ્યા અને તેમના હાથમાં રહેલાં પર્સને ખેંચીને લઈ જવાનું કરતાં તેનો પ્રતિકાર મહિલાઓએ કર્યો હતો. તેથી લૂંટારૂંઓએ તેમના પર છરીથી હુમલો કર્યો હતો. એક મહિલાને ઈજા થઈ હતી. રશિયન નાગરિકોએ બુમો પાડતાં હુમલાખોર ચોરો ભાગી ગયા હતા.
હવે કુંભ પર પ્રશ્નો ઊભા થશે કે, શાસ્ત્રોમાં જેનો કુંભ તરીકે ઉલ્લેખ નથી ત્યાં કુંભ કરીને જૈન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હિન્દુ શાસ્ત્રો વિરૂધ્ધ કામ કરી રહ્યાં છે ત્યાં હવે વિદેશી મહિલા પર હુમલાની ઘટના એ કુંભ પર પ્રશ્નો ઊભા કરી દીધા છે.
રાજ્યમાં વિદેશી પ્રવાસી – લાખમાં
- તામિલનાડુ 47.21
- મહારાષ્ટ્ર 46.70
- ઉત્તર પ્રદેશ 31.56
- દિલ્હી 25.20
- પશ્ચિમ બંગાળ 15.28
2016માં રાજ્ય પ્રવાસી – કરોડમાં
- તામિલનાડુ 34.38
- ઉત્તર પ્રદેશ 21.17
- આંધ્ર પ્રદેશ 15.31
- મધ્ય પ્રદેશ 15.14
- કર્ણાટક 12.97
- મહારાષ્ટ્ર 11.65
- તેલંગાણા 9.51
- પશ્ચિમ બંગાળ 7.44
- ગુજરાત 4.22
- રાજસ્થાન 4.14