ગુજરાતમાં ધીમે ધીમે ચૂંટણીનું માહોલ જામી રહ્યો છે. અને તમામ રાજ્કીય પાર્ટીએ એકશન મોડમાં જોવા મળી રહી છે. આ વખતે ગુજરાતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક માનવામાં આવી રહી છે અને જયારે જયારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે નવા -જૂનીના એંધાણ પણ વર્તાતા હોય છે અને નેતાઓના નિવેદન પણ સામે આવતા હોય છે તાજેતરમાં કોંગ્રેસ બહાર પાડેલી યાદીમાં મોટા ભાગે ધારાસભ્યોને રિપીટ કર્યા છે. અને ટિકિટને લઇ પડાપડી જોવા મળી રહી છે.
વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટને લઇ કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાની સ્ષ્ટતા સામે આવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે પાર્ટીમાં હાલ 9 જણાં ટિકિટના માગણીદાર છે એ 9 પૈકી એક માગણીદાર હું છું અને સૌ નેતાઓ તેમજ લોકોની હાજરીમાં કહું છું પાર્ટી જે કંઇ નિર્ણય કરશે એ નિર્ણયની સાથે હું સહમત છું પાર્ટીએ 2017ની અંદર મને વિધાનસભાની ટિકિટ આપી હતી આ વખતે કદાચ કોઇને ટિકિટ આપશે તો આપની વચ્ચે વચન આપીને જવું છું કે હું કાર્યકર્તા તરીકે પણ કામ કરીશ