Largest Data Center : ગુજરાતમાં મુકેશ અંબાણી બનાવશે વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર: જાણો વિશેષતા
ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનવાનું છે, જે ભારતને એઆઈ ટેક્નોલોજીના ગ્લોબલ નેટવર્કમાં આગવી ઓળખ અપાવશે
રિલાયન્સ અને Nvidia વચ્ચે થયેલી ભાગીદારી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે દેશના ડિજિટલ ઈકોસિસ્ટમને મજબૂત બનાવશે
Largest Data Center : ગુજરાતના જામનગર શહેરમાં એક ઐતિહાસિક પ્રોજેક્ટ થવાની તૈયારી છે, જેની સાથે શહેરનું દ્રશ્ય પલટી જશે. અહીં દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવામાં આવશે. આ માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અમેરિકન કંપની Nvidia વચ્ચે ભાગીદારી કરવામાં આવી છે, જેની જાહેરાત ઓક્ટોબર 2024માં યોજાયેલી Nvidia AI સમિટ દરમિયાન કરવામાં આવી હતી.
દુનિયાના સૌથી મોટા ડેટા સેન્ટર માટે તૈયારી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જામનગરમાં આ પ્રોજેક્ટ માટે કમર કસી રહી છે. આ ડેટા સેન્ટર ના માત્ર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માટે એક મહત્ત્વનું મકામ સાબિત થશે પરંતુ ભારતના ડિજિટલ ઈકોસિસ્ટમને પણ આગળ વધારશે. રિલાયન્સ આ પ્રોજેક્ટ માટે Nvidia પાસેથી બ્લેકવેલ એઆઈ પ્રોસેસર ખરીદશે, જે નવા ડેટા સેન્ટરના મજબૂત ટેકનોલોજી આધાર બનશે.
AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ભાગીદારી
રિપોર્ટ અનુસાર, Nvidia AI સમિટ 2024 દરમિયાન રિલાયન્સ અને Nvidia એ જ્વાઈન્ટ વેન્ચરની જાહેરાત કરી હતી. Nvidia ડેટા સેન્ટર માટે એઆઈ પ્રોસેસરની સપ્લાય કરશે. મુકેશ અંબાણીએ કહ્યું કે ડેટા અને ટેક્નોલોજીનો ઉપયોગ આપણા સમાજમાં સમાનતા લાવી શકાય છે.
AI સુપરકોમ્પ્યુટર ડેવલપમેન્ટ
સપ્ટેમ્બર 2024માં રિલાયન્સ અને Nvidia એ ભારત માટે એઆઈ સુપરકોમ્પ્યુટર બનાવવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ દેશની ભાષાઓને ટેક્નોલોજી સાથે જોડીને નવી ઊંચાઈએ પહોંચાડશે.
ડીપ ટેક કંપની બનવા તરફ રિલાયન્સ
રિલાયન્સના 47માં એજીએમમાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપની હવે એક ડીપ ટેક એન્ટરપ્રાઇઝ બનવા તરફ આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટ માત્ર કંપનીના વિકાસને નવી દિશા આપશે નહીં, પરંતુ સમગ્ર દેશમાં એઆઈ ઈનોવેશન માટે એક મજબૂત પાયાનો દરજ્જો બનાવશે.
જામનગરમાં બનનારા આ ડેટા સેન્ટર સાથે ગુજરાત માત્ર દેશમાં નહીં, પરંતુ ગ્લોબલ એઆઈ નેટવર્કમાં એક મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે.