ગાંધીનગરઃ કોરોના વાયરસના કહેર વચ્ચે લોકો ટપોટપ મરી રહ્યા છે ત્યારે મરણ પ્રમાણપત્ર માટે નોંધણી કરવી પણ જરૂરી છે. આવી સ્થિતિમાં લોકોની લાઈનો ના લાગે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે. જન્મ અને મરણના દાખલા માટે હવે કોઇ સ્વજને લાઇનમાં ઉભા રહેવું નહીં પડે. ટૂંક સમયમાં ઓનલાઇન સિસ્ટમ મારફતે જન્મ અને મરણ પ્રમાણપત્ર ડાઇનલોડ કરી શકાય તે માટે આપના મોબાઇલ ફોન ઉપર SMSથી આ અંગેની લિંક મોકલવામાં આવશે.આ લિંક મારફતે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.
ટૂંક જ સમયમાં ઓનલાઈન સિસ્ટમ મારફતે જન્મ કે મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય તે માટે આપના મોબાઈલ ફોન ઉપર SMSથી આ અંગેની લિંક મોકલવામાં આવશે. આ લિંક મારફતે જ્ન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.
મહાનગરો અને ગરપાલિકામાં હાલ લોકોને પ્રમાણપત્ર મેળવવા લાઈનોમાં ઉભુ રહેવુ પડે છે જેના દ્વારા પણ કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય રહેલો છે અને તે કારણે જ આ બારીઓ બંધ કરવામાં આવી છે. હવે જન્મ અને મરણનું પ્રમાણપત્ર રૂબરૂ નહી આપવામાં આવે. ટેમ્પરરી આ પ્રથા બંધ કરી દેવામાં આવી છે.
1 એપ્રિલ 2021થી 31મી જુલાઈ 2021 દરમિયાન બનેલા કે બનનારા જન્મ મરણના બનાવો કોરોના મહામારીને કારણે વિશિષ્ટિ સંજોગોમાં બની રહ્યા હોવાને કારણે 21 દિવસમાં નોંધાવી શકાયા ન હોય તો તેવા 22 દિવસથી વધુ પરંતુ 365 દિવસ સુધી વિલંબિત જન્મ કે મરણના બનાવોની નોંધણી માટે એફિડેવીટ કરવામાંથી પણ હાલ પુરતી મુક્તિ આપવામાં આવી છે અને આ અંગે લેટ ફી વસૂલવામાં નહી આવે.