રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનો આજે પ્રારંભ થોય છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને માટે આજે પ્રતિષ્ઠાની જંગ છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ છેલ્લે સુધી મતદારોને રિઝવવાની પ્રયત્નો કર્યા હતા. આ પેટાચૂંટણી ખુબ રસાકસીવાળી છે, જેથી મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. આ જંગમાં કોનો વિજય થાય તે 23 ડિસેમ્બરે જ ખબર પડશે.
મતદાનનું લાઈવ અપડેટ્સ
- ગુજરાતમાં કકડતી ઠંડી હોવા છતા મતદારોમાં ઉત્સાહ
- સવારે મતદાનમથકો પર ઠંડીની અસર, લોકો ધીમે ધીમે આવી રહ્યા છે.
- તડકો નીકળશે પછી મતદારો મત આપવા આવશે
- સવારે મોર્નીંગ વોક અને ખેતરમાં જનારા ખેડૂતો મતદાનમથક પર મત આપવા પહોંચી ગયા
- પોલીસનો ચુસ્ત બંદોબસ્ત