ભાજપે વધુ ચાર ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના વધુ ચાર લોકસભા બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે પાટણથી ભરતસિંહ ડાભી, છોટાઉદેપુરથી ગીતા બહેન રાઠવાને ઉમેદવાર બનાવ્યા છે. આણંદથી ભાજપે દિલીપ પટેલનું પત્તુ કાપ્યુ છે અને તેમની જગ્યાએ લક્ષ્મી તુવેરદાળના વેપારી મિતેષ પટેલ ઉર્ફે બકાભાઈને ઉમેદવાર બનાવ્યા છે.
જ્યારે જૂનાગઢથી ભાજપે રાજેશ ચુડાસમાને રિપિટ કર્યા છે. ભાજપના આ યાદીમાં પાટણથી લીલાધર વાઘેલાનું પત્તુ કપાયુ છે. છોટાઉદેપુરથી રામસિંહ રાઠવા અને આણંદથી દિલીપ પટેલનું પત્તુ કપાયુ છે. જોકે જુનાગઢમાં ભાજપે રાજેશ ચુડાસમા પર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે.