Machhu-2 Dam: મચ્છુ-2 ડેમના 33 દરવાજા 36 વર્ષ બાદ બદલાશે, 2 એપ્રિલથી ડેમ ખાલી, 29 ગામોને એલર્ટ
Machhu-2 Dam: મોરબીનો મચ્છુ-2 ડેમ 1979માં તૂટી ગયો હતો, અને ત્યારબાદ તેને ફરીથી બાંધવામાં આવ્યો હતો. 1989 થી આ ડેમના દરવાજા પર પાણી સંગ્રહિત કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે 36 વર્ષ પછી, આ દરવાજાનો આયુષ્ય પૂર્ણ થઈ ગયો છે. આથી, હવે 33 દરવાજાઓને બદલી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગયા વર્ષે 5 દરવાજાઓને બદલી દીધા હતા, અને હવે બાકી રહેલા 33 દરવાજાઓ 2 એપ્રિલથી બદલવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
આ ડેમ 3104 એમસીએફટી જળ ક્ષમતા ધરાવતો છે, અને અત્યાર સુધી તેમાં 939 એમસીએફટી જળ ભરેલું છે. 2 એપ્રિલથી ડેમનો પાણીનો સ્તર ઘટાવવાનો આરંભ થશે. 2 એપ્રિલના રોજ, બપોરે 4 વાગ્યે ડેમના 2 દરવાજા ખોલી પાણી નદીમાં છોડવાનું શરૂ થશે, અને પછી ક્રમશઃ આ પ્રવાહ વધારવામાં આવશે.
મોરબી અને માળિયા તાલુકાનાં 29 ગામોને એલર્ટ કરાયું છે. ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવે ત્યારે, નદીના પટમાં રહેતા લોકોને એલર્ટ કરીને સુરક્ષિત સ્થળે મોકલવાનો પ્રબંધ કરવામાં આવી રહ્યો છે.
જણાવામાં આવ્યું છે કે, મોરબી શહેર અને માળિયા વિસ્તારને પાણી પુરવઠો મચ્છુ-2 ડેમમાંથી આપાતો હતો, પરંતુ હવે પમ્પિંગ થકી આ પાણી સપ્લાય કરવામાં આવશે. 1 જૂન 2025 સુધીમાં, ડેમના બાકીના 33 દરવાજાઓ બદલાઈ જશે.