Mahakumbh Stampede: પ્રયાગરાજ મહાકુંભમાં વિસનગરના કડા ગામના મહેશભાઈ પટેલનું નિધન, પરિવાર શોકમગ્ન
પ્રયાગરાજ મહાકુંભના નાસભાગમાં વિસનગરના કડાના મહેશભાઈ પટેલનું હાર્ટ એટેકના કારણે દુખદ અવસાન થયું
મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાય અને ન્યાયિક તપાસ માટે આદેશ આપ્યો
વિસનગર, ગુરુવાર
Mahakumbh Stampede: પ્રયાગરાજ મહાકુંભના મેળામાં નાસભાગ સર્જાતા 90 લોકોને ઈજા પહોંચી હતી, જેમાં 30ના મોત થયા છે. ઘાયલ લોકોમાં કેટલાકની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનામાં ગુજરાતના વિસનગરના કડાના મહેશભાઈ પટેલનું પણ મૃત્યુ થયું છે. મહેશ પટેલ સુરતમાં રહેતા હતા અને તેઓ પોતાના સાળા સાથે મહાકુંભમાં ગંગાસ્નાન માટે ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ મહેશ પટેલને હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવામાં આવ્યું છે. તેમ છતાં, તેમની અચાનક મોતના ચોક્કસ કારણો અંગે તંત્ર દ્વારા હજુ તપાસ ચાલી રહી છે. મહેશભાઈના અવસાનના સમાચારથી પરિવારજનો શોકમાં છે. તેમના અંતિમ સંસ્કાર માટે તેમની વિમૃતદેહને કડા વતન લાવવામાં આવશે.
નાસભાગ પાછળનું કારણ:
મેળા દરમ્યાન શ્રદ્ધાળુઓએ બેરિકેડ તોડવાની કોશિશ કરી હતી, જેના કારણે નાસભાગ સર્જાઈ હતી. ડીઆઈજી વભવ કૃષ્ણાએ જણાવ્યું કે કેટલાક શ્રદ્ધાળુઓ બેરિકેડ તોડી આગળ વધવા માગતા હતા, તે સમયે ત્યાં સૂતા લોકો કચડાઈ ગયા.
મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા:
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની ન્યાયિક તપાસ માટે આદેશ આપ્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે. તપાસ પંચમાં ભૂતપૂર્વ ન્યાયાધીશ હર્ષ કુમાર, ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક વીકે ગુપ્તા અને નિવૃત્ત આઈએએસ ડીકે સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જોકે, નાસભાગમાં ઘાયલ થયેલા લોકો અને તેમના પરિવારજનો માટે હેલ્પલાઇન નંબર 1920 જાહેર કરવામાં આવ્યો છે, જેથી તેઓ તાત્કાલિક મદદ મેળવી શકે.