જુનાગઢના વિસાવદર નજીક આવેલા સતાધારની જગ્યાના પૂર્વ મહંત પૂ. જીવરાજ બાપુ ૯૩ વર્ષની વયે સોમવારે રાત્રે દસ વાગ્યે દેવલોક પામતા અનુયાયી, સેવકો અને સાધુ સંતોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
સત્તાધારની જગ્યામાં ભજન, ગૌસેવા સહિતમાં જીવન ન્યોછાવર કરનાર પૂર્વ મહંત જીવરાજ બાપુ છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા. છેલ્લા બે દિવસથી સ્થિતિ વધુ ગંભીર બની હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે રૂબરૂ મુલાકાત લઈને તેઓના ખબર અંતર પુછયા હતા. ત્યારે સોમવારે રાત્રે દેવલોક પામતા અનુયાયી વર્ગમાં ઘેરો શોક પ્રસર્યો છે. મંગળવારે બપોરે ત્રણ વાગ્યે સંતો-મહંતો અને અનુયાયોની હાજરીમાં સમાધી આપવામાં આવશે.