Mamlatdar Class 2 Promotion Result: મામલતદાર વર્ગ-2 પ્રમોશન પરીક્ષાનું પરિણામ 2024 જાહેર – 44 ઉમેદવારોની નિમણૂક માટે ભલામણ
Mamlatdar Class 2 Promotion Result: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા વર્ષ 2024-25 માટે મામલતદાર ક્લાસ-2ના પ્રમોશન માટે લેવાયેલી વિશિષ્ટ સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોમાંથી કુલ 44 અધિકારીઓની પસંદગી કરીને નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે.
આ પરીક્ષા ખાસ કરીને સરકારી તંત્રમાં કાર્યરત વર્તમાન અધિકારીઓ માટે યોજવામાં આવી હતી, જેમાં સેવાકીય અનુભવનાં આધાર પર પ્રમોશન આપવામાં આવે છે
કેટેગરીવાર કટ-ઓફ માર્કસ નીચે મુજબ છે:
જનરલ કેટેગરી: 252.75 માર્કસ
અનુસૂચિત જાતિ (SC): 228.50 માર્કસ
અનુસૂચિત જનજાતિ (ST): 210.25 માર્કસ
GPSC દ્વારા બહાર પાડાયેલા અંતિમ પરિણામ અનુસાર, દરેક કેટેગરીમાં નિર્ધારિત કટ-ઓફ ઉપર આવેલી ગુણસખ્યા ધરાવનારા ઉમેદવારોને પસંદગી માટે પસંદ કરવામાં આવ્યા છે. હવે આ 44 ઉમેદવારોને તદ્દનલગતા વિભાગોમાં નિમણૂક પત્ર આપવામાં આવશે.
વિશિષ્ટ સ્પર્ધાત્મક પરીક્ષા નિયમિત ભરતી કરતાં અલગ હોય છે અને તેનાથી કર્મચારીઓના વહીવટી અનુભવને પ્રાધાન્ય મળે છે.