ગુજરાત વિધાન સભાની ચૂટણીમાં છઠ્ઠીવાર રાજનીતિનો જંગ હાસિલ કરવા અને બુથ સ્તર મજબુત કરવા આ રણનીતિ અપનાવી રહ્યા છે. ભાજપ ૫૬ હજાર બુથ પર મન કી બાત ચાય કે સાથ કાર્યક્રમની શરૂઆત કરશે. આ કાર્યક્રમના માધ્યમથી ભાજપ કાર્યકર્તા રાજ્યના બુથ સુધી જશે અને ભાજપની નીતિઓ વિષે ચર્ચા કરશે.
ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ ૨૬ નવેમ્બેર રવિવારના રોજ મન કી બાત ચાય કે સાથ કાર્યકર્મનું એલાન કરશે. ભાજપે આ નિર્ણય ગુજરાતની ચુંટણીના જંગને હાંસિલ કરવા માટે અપનાવ્યો છે.
વધુમાં જણાવી દઈએ કે ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં ભાજપે ચાય પે ચર્ચા નામના કાર્યક્રમના માધ્યમથી દેશનો માહોલ બીજેપીમય બનાવ્યો હતો. જેના કારણથી ભાજપએ લોકસભા ચૂટણીમાં ઐતિહાસિક જીત હાંસિલ કરી હતી. ત્યારે ફરી વખત એજ માધ્યમ અપનાવી રહી છે. અને ગુજરાતની બાજી માટે મન કી બાત ચાય કે સાથ કાર્યક્રમ અપનાવ્યો છે.
હવે તો ૧૮ ડીસેમ્બરના રોજ ખબર પડશે કે ચાય પે ચર્ચાની જેમ મન કી બાત ચાય કે સાથ કાર્યકર્મ ભાજપ માટે કેટલો સફળ રહેશે