Masali solar village : મસાલી: દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ અને ઊર્જામાં આત્મનિર્ભરતાનું પ્રતિક
મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બનીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે, જ્યાં 119 ઘરોમાં 225.5 કિલોવોટ વીજળીનું ઉત્પાદન થાય
પી.એમ.સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત 59.81 લાખ રૂપિયાની સબસિડીથી પ્રોજેક્ટ પૂર્ણ થયો
બનાસકાંઠા, ગુરુવાર
Masali solar village : બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે, જે સમગ્ર રાજ્ય અને દેશ માટે ગૌરવની વાત છે. પાકિસ્તાન બોર્ડરથી માત્ર 40 કિમી દૂર આવેલા આ ગામમાં 119 ઘરો પર સોલાર રૂફટોપ સ્થાપિત કરીને 225.5 કિલોવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. આ પ્રોજેક્ટ માટે કુલ ₹1.16 કરોડનો ખર્ચ થયો છે, જેમાંથી 59.81 લાખ રૂપિયાની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવી છે.
મસાલી ગામમાં 800ની વસ્તી છે અને તે વીજળીની સમસ્યાથી વર્ષોથી પીડાય રહ્યું હતું. પરંતુ પી.એમ.સૂર્ય ઘર મફત વીજળી યોજનાના અમલથી હવે ગામમાં 24 કલાક અનિશ્વિત વીજળી ઉપલબ્ધ છે. આ પ્રોજેક્ટને બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શનમાં પૂરું કરવામાં આવ્યું છે.
મસાલી ઉપરાંત સરહદી વિસ્તારના વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 ગામોને પણ સોલાર વિલેજ તરીકે વિકસાવવાનું લક્ષ્ય છે. આ પ્રોજેક્ટનું મહત્વ એમાં છે કે આ ગામો રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને વીજળીમાં આત્મનિર્ભર બનશે અને પર્યાવરણ માટે પણ ફાયદાકારક રહેશે.
મસાલી રાજ્યનું બીજું સોલાર વિલેજ છે, જેણે મોઢેરા બાદ આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ગામના સરપંચ મગનીરામ રાવલનું કહેવું છે કે હવે વિજળીનું બિલ ભરવા ના પડતરથી છૂટકારો મળ્યો છે. આ કામગીરી દ્વારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના ‘ગ્રીન અને ક્લીન એનર્જી’ના મંત્રને સાર્થક બનાવતી નવી દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.