બ્લુ વ્હેલ ગેમના કારણે અનેક જગ્યાએ આત્મહત્યાના બનાવો બની રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં પણ ચચર્મિાં રહેલી આ ગેમના કારણે આત્મહત્યા થયાનો એક શંકાસ્પદ બનાવ સામે આવ્યો છે. 150 ફુટ રીંગરોડ પર લેઉવા પટેલ બોર્ડીંગની બિલ્ડીંગ પરથી 17 વર્ષના ધોરણ 12ના વિદ્યાર્થીએ પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી. મોડીરાત સુધી વાંચન કયર્િ બાદ આજે સવારે આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. વિદ્યાર્થીના હાથ પર છરકાના નિશાન જોવા મળતા તે બ્લુ વ્હેલનો શિકાર બન્યો હોવાની આશંકા સામે આવતા પોલીસ તંત્ર પણ દોડધામમાં પડી ગયું હતું. એકનો એક પુત્ર ગુમાવતા કાલાવડ પંથકનો પટેલ પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પોલીસ સુત્રોએ જણાવ્યું કે, આ બનાવમાં 17 વર્ષના સાગર વલ્લભભાઈ ભંડેરીએ આત્મહત્યા કરી હતી. હતભાગી યુવાન મુળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનો વતની હતો. લેઉવા પટેલ પરિવારનો એકનો એક પુત્ર સાગર 150 ફુટ રીંગરોડ પર બાલાજી હોલથી મવડી વચ્ચે આવેલ પટેલ બોર્ડીંગમાં રહીને અભ્યાસ કરતો હતો. તેણે આપઘાત કયર્નિી જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકના એએસઆઈ યુ.બી.પવાર, રાઈટર કલ્પેશ ચાવડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ચોંકાવનારા બનાવ વિશે વિગતો મેળવવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું કે, રાત્રીના એક વાગ્યા સુધી સાગર વાંચન કરતો હતો. આજે સવારે તેણે અચાનક બોર્ડીંગની બિલ્ડીંગ પરથી મોતની છલાંગ લગાવી હતી. તેના હાથમાં તિક્ષણ હથીયારથી છરકા કયર્નિા નિશાન જોવા મળતા તેણે બ્લુ વ્હેલ ગેમના કારણે આત્મઘાતી પગલું ભર્યું હોવાની આશંકા સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, જુદા જુદા શહેરોમાં બ્લુ વ્હેલ જેવી ઘાતકી ગેમે અનેક યુવક યુવતીઓના જીવ લીધા છે તેવા સંજોગોમાં રાજકોટમાં પણ આ ગેમ રમવા તેમજ ડાઉન લોડ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેની વચ્ચે જ આપઘાતનો આ બનાવ સામે આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠયું છે.