Bharuch: ગુજરાત હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં કમોસમી માવઠું પડવાની આગાહી આપી છે.ભરૂચ જિલ્લામાં 13 મી મે 2024ના રોજ સાંજના સમયે વાતાવરણ આચનક પ્લટા સાથે મીની વાવાઝોડા સાથે ગાજ વીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.જેમાં ભારે પવનની અસરથી અનેક નુકસાનીની ઘટનાઓ પણ સામે આવી છે.
ભરૂચ જિલ્લામાં સોમવારના સાંજના સમયે અચાનક વાતાવરણમાં પ્લટા સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું. જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફો વેઠવી પડી હતી. વાવાઝોડાના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષ ધરાસાયી થયા હતાં.જેના કારણે વીજળી પણ ડુલ થઈ ગઈ હતી.ગાજ વીજ સાથે કમોસમી વરસાદ શરૂ થઈ જતા એક સમયે વાતાવરણ ઠંડક પ્રસરી હતી.ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાસાયી થવાથી માર્ગ બંધ થતાં લોકો અટવાયા હતા.જોકે ઘટનાના તુરંત બાદ પોલીસ સ્ટાફ અને પાલિકાના ફાયર ફાયટરો દોડી આવી કામગીરીમાં લાગી ધરાસાયી થયેલા વૃક્ષોની ડાળીઓ કાપી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો.
ભરૂચ જીલ્લાની વાત કરવામાં આવે તો તેજ ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજ ડુલ થઈ જતાં લોકો અટવાયા હતાં.આજે જિલ્લામાં અનેક લગ્ન પ્રસંગ હોય લોકોની ચિંતા વધી ગઈ હતી.
અંકલેશ્વરના પાનોલી ગામમાં લગ્નન પ્રસંગ હોય ભારે પવનના કારણે લોકો માંડવો પકડીને ઉભા રહેલા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.ભરૂચના હાથીખાના વિસ્તારમાં એક વૃક્ષ ધરાસાયી થતા વૃક્ષ નીચે પાર્ક કરેલી એક ફોરવીલ ગાડી દબાઈ જતાં દોડધામ મચી હતી. જોકે સદનસીબે કારમાં કોઈ નહિ હોવાના કારણે જાનહાનિ તળી હતી.પરંતુ કાર ચાલકને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.
જ્યારે નબીપુર નજીક બની રહેલી એક કાઠિયાવાડી હોટેલનો કેટલોક ભાગ ભારે પવનના કારણે ધરાસાયી તેના નીચે પણ પાર્ક કરેલી અનેક ગાડીઓ દબાઇ જવાના કારણે વાહન માલકોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.