રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ ગતિવિધિઓ ગતિમાન બની છે.ભાજપ કોંગ્રેસ AAPએ પણ કમરકસી છે,આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિય જંગ ખેલાશે જેમાં દેશની જુની પાર્ટી કોંગ્રેસ દેશની સૌથી મોટી પાર્ટી ભાજપ અને પ્રાદેશિક પાર્ટીથી હવે ધીમે-ધીમે રાષ્ટ્રીય પાર્ટી તરફ કદ ધારણ કરતી આમ આદમી પાર્ટી ચૂંટણીને લઇ એકશનમોડમાં જોવા મળી રહી છે. ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ પાટીલનો લક્ષ્યાંક 150ને બળ આપાવા તમામ કેન્દ્રીય સ્તરેથી મંત્રીઓ આવી રહ્યા છે. જેમાં આજે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે ગુજરાતની ત્રદિવસીય મુલાકાત આવ્યા છે.
જેમાં તેઓ સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા તેમના સ્વાગત માટે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે પી નડ્ડાને ટોપી પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતુ. ત્યાથી સીધી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી જ્યા તેમણે ગાંધીબાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ચરખો પણ કાંત્યો હતો ત્યાર આશ્રમની સંપૂર્ણ જાણકારી મેળવી હતી અને ત્યાથીં ગાંધીનગર ખાતે કમલમ ખાતે પહોંચ્યા હતા જયાં કાર્યકર્તાઓ દ્ઘારા તેમના પર પુષ્પા વરસા કરી આવકાર્યા હતા.
આ પ્રવાસ દરમિયાન જેપી નડ્ડા વિવિધ કાર્યક્રમો હાજરી આપશે.તેમજ 2022 વિધાનસભાની ચૂંટણીનો રણનિતી –રોડમેપ તૈયાર કરશે તેઓએ કમલ પહોંચીને ચૂંટાયેલા હોદ્દેદાર સાથે બેઠક કરી હતી.આ બેઠકમાં સાંસદ,નેતાઓ,મંત્રીમંડળ પણ હાજર રહ્યા હતા જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ પાર્ટીના નેતાઓને.સાંસદો, મંત્રીમંડળને સૂચનો, માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
તેઓ GMDC ખાતે મોટી જનસભા સબોંધશે અને ભાજપનું શકિત પ્રદર્શન કરશે રાષ્ટ્રીય અધ્યક્ષ જે .પી .નડ્ડાની આ મુલાકાત ખૂબ જ સુચક માનવામાં આવી રહી છે.ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્રમોદી પણ ચૂંટણીને જોતા નેતા –કાર્યકર્તાઓમાં નવો જુસ્સો ભરશે અને વધુમાં –વધુ ગુજરાતની મુલાકાત કરે તેવી શક્યતા છે.