Mining Mafia: સુરેન્દ્રનગરમાં 8 ખાણ પર દરોડા, ગેરકાયદે કોલસો ખોદવાનો ભાંડાફોડ
Mining Mafia સુરેન્દ્રનગરમાં સાયલાના ચિત્રાલાખ ગામે ખાણ ખનિજ વિભાગે કોલસાની 8 ખાણ પકડી
8 ખાણમાં સવારે 7 વાગે પ્રાંત અધિકારીને ખાણ વિભાગના પ્રથમ વખત લીમડીથી દરોડા
5 ખાણમાંથી કોલસો કઢાતો હતો, ભાજપના પ્રમુખ બદલાની માંગણી ન સંતોષાતા દરોડા
8 ખાણમાંથી 3 ખાણ સરકારી ખરાબાની જમીન પર મળી આવી, જે ખાનગી જમીનના શેઢે છે
એક રાજકીય નેતાની બેનામી 20 વીઘા જમીન પર 5 ખાણ હોવાની શંકા
10 મજૂરો કામ કરી રહ્યા હતા, તેની પુછપરછ કરતા ખાણ માલિકોના નામ મળ્યાની શક્યતા, 110 ફૂટ ઉંડે બે ટ્રેક્ટર ઉતારી કોલસો ખોદાતો હતો
ખાણ પાસે એક કાર અને 6 બાઈક પકડાતા માલિકીની પૂછપરછ થશે, પહેલી વખત મજૂરોના નિવેદનો લઇ માલિકોના નામ શોધાશે
રોજનો 5 ગાડી કોસો કાઢી શકે એવી 5 ચરખી પકડાઈ, કોલસો ખોદવા ઘડાકા કરવાના ડીટોનેટર સહિતના સાધનો મળ્યા
ભાજપની જૂથબંધીના કારણે દરોડા પાડવા અધિકારીઓ વહેલી સવારે પહોંચ્યા, મૂળી તાલુકાના નેતા જૂથવાદના કારણે દરોડા પડાવ્યા હોવાની શંકા
થાનગઢમાં કોલસાનું ભાજપના જૂથવાદનું રાજકારણ વર્ષોથી છે, ઉપરની સૂચના હોય તો જ સવારે દરોડા પડાવી નામો મેળવવા
રાજકીય હીસાબ કિસાબ પુરો કરવા એક જૂથને ખતમ કરવાની ચાલ
પ્રાંત અધિકારીએ અગાઉ એક પણ દરોડા પાડ્યા નથી, હવે કેમ?
ખાણને બીનવારસી જાહેર કરતાં હતા,હવે મજૂરોને પકડીને મૂળ સુધી જવાની સૂચના, 10 મજૂરોએ વિગતો આપી છે, થાર કાર પકડી છે.
રાજકીય હિસાબ કિતાબપુરો કરવા સીઝનના અંતે દરોડા, 20 વીઘા માલીકીની જમીન ખરીદી લઈને ફરતી સરકારી જમીન પરથી કોલસો ખોદાયો
સરકારી જમીન પર કોલસો 3 વર્ષથી ખોદાતો હતો, હવે દરોડા કેમ, 3 ખાણ પુરી ખોદીને કોલસો કઢાયો, તે ખાણ કડક અધિકારી નીરવ બારોટ પણ ખાણ બુરી શક્યા ન હતા
ડુંગરાળ પ્રદેશમાં નાનું ગામ છે. સીધી રીતે આંખે ચઢે તેમ નથી
8 ખાણમાં 8 ફુટનો શ્રેષ્ઠ કોલસાનો થર છે, 4 હજાર મ્પરેચર આવે છે
શ્રેષ્ઠ કક્ષાનો સિમેન્ટ ફેક્ટરીમાં રાજસ્થાન અને એમપીમાં મોકલાવમાં આવતો હતો
સારો કોલસો હોવાથી ગુજરાત બહાર ભાવ વધારે મળે છે, એક ખાણમાંથી 35 ટન કોલસો ભરીને 700 ટ્રક નિકળે છે
25 હજાર ટન એક કુવામાંથી કિંમતી કોલસો નિકળે છે, 8 કુવાનો 2 લાખ ટનનો માલ હોઈ શકે છે
એક ટનનો ભાવ 3200થી 4100, તે હિસાબે 60થી 65 કરોડનો કોલસો 8 ખાણનો, ગુજરાતના ઉપયોગોમાં મંદી હોવાથી એક ટનના 1 હજાર ઓછા મળી રહ્યા છે