વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસ મુલાકાતે છે આજે તેમની મુલાકાતનું બીજા દિવસ છે બે દિવસ દરમિયાન તેમણે ગુજરાતમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું તેમણે લોકાર્પણ કર્યુ છે તેમજ જુદા-જુદા કાર્યક્રમ ભાગ લઇ રહ્યા છે વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત ખૂબ જ સુચક માનવામાં આવી રહી છે હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા જોરશોરથી વાગી રહ્યા છે, એક બાદ એક દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.વડાપ્રધાનની સાથો સાથ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે રાજ્કીય પંડિતોના મતે વડાપ્રધાનની આ મુલાકાત ચૂંટણીલક્ષી માનાવામાં આવી રહી છે
જયાં તેઓ ભાજપ પ્રદેશ કાર્યલાય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મંત્રીઓ , નેતાઓ ,હોદ્દેદારો સહિત કાર્યકરો હજાર રહેશે અને આગામી ચૂંટણી અંગે માર્ગદર્શન આપી જીતનો મંત્ર આપશે ગત સપ્તાહ ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી બી એલ સંતોષ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને કોર કમિટી સાથે બેઠક કરી હતી સામાન્ય રીતે વડાપ્રધાન રાજ્યકક્ષાની બેઠકોમાં ભાગ લેતા નથી પરંતુ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે અને ગુજરાતએ ભાજપનું ગઢ માનવામાં આવે છે વડાપ્રધાન માત્ર કોર કમિટીના સભ્ય સાથે બેઠક કરશે આગળની જરૂરી રણનિતી ઘડશે