આવતીકાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને મતદાન થવાનું છે. ત્યારે પીએમ મોદી જ્યાંથી મતદાન કરવાના છે.તે મતદાન મથકે આજથી સઘન બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદી રાણીપમાં આવેલી નિશાન હાઈસ્કુલમાં બનાવવામાં આવેલા મતદાન મથકે મતદાન કરવાના છે. ત્યારે સમગ્ર મતદાન કેન્દ્ર અને સ્કુલની બહાર પણ આજથી સઘન બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.
સેક્ટર -1નાં વરિષ્ઠ પોલીસ અધિકારી અમિત વિશ્વકર્મા નિશાન સ્કૂલ પહોંચ્યા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. મતદાન મથકે બોમ્બ સ્કવોર્ડને પણ તૈનાત જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાનને લઈને આજ સાંજે જ ગુજરાતમાં આવી જશે. આજે રાજભવનમાં રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે સાડા સાતે મતદાન કરશે. નરેન્દ્ર મોદી ગાંધીનગર બેઠક માટે મતદાન કરશે. મતદાન બાદ વડાપ્રધાન મોદી ઓરિસ્સામાં ચૂંટણી સભા સંબોધવા જશે.