Monsoon Flooding in Kutch: ક્લાયમેટ ચેન્જના પ્રભાવથી ચોમાસાની પધ્ધતિમાં આવી રહેલા મોટાં ફેરફારો
Monsoon Flooding in Kutch: એક સમય હતો જ્યારે કચ્છને હંમેશા પાણીને લઈને તરસવું પડતું હતું, પણ હવે ચોમાસામાં આ પ્રદેશ ‘દરિયો’ બની જાય છે. ભૂજના હમીરસર તળાવ જેવી જગ્યાઓ હવે એક ચોમાસામાં જ ભરાઈ જાય છે. તો બીજી બાજુ, કેટલાક જિલ્લાઓમાં એક વર્ષે પૂર અને બીજા વર્ષે પાણીની અછત જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આ વાત હવામાન ચક્રમાં બદલાતા ટ્રેન્ડ્સ તરફ ઇશારો કરે છે.
કુદરતી તબાહી અને અર્બનાઈઝેશન: પરિવર્તનનું મૂળ કારણ
વિકાસ અને અર્બનાઈઝેશનના કારણે ક્લાયમેટ ચેન્જ સર્જાઈ છે, જે આખી પૃથ્વી પર અસર પાડી રહી છે. હવે ઉનાળામાં વધારે ગરમી, ચોમાસામાં અણધાર્યો વરસાદ અને શિયાળામાં ઠંડી જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ચાલતી રિસર્ચ અનુસાર ચોમાસાની ચાલમાં મોટો બદલાવ આવ્યો છે.
ચોમાસાની સિસ્ટમ: વર્ષમાં પાંચથી છ વખત ઊભી થતી પરિસ્થિતિ
ગુજરાતમાં મુખ્યત્વે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં લોઅર પ્રેશર સિસ્ટમ ઉભી થાય છે. આવું દર વર્ષે લગભગ 5-6 વખત થાય છે, જેનાથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ અને મહારાષ્ટ્રથી પસાર થઈ ગુજરાત પહોંચે છે. આ સિસ્ટમો વરસાદ લાવે છે, પણ હવે તેમનું પ્રમાણ અને સમયગાળો બદલાઈ રહ્યો છે.
દરિયાઈ તાપમાનનો ચોમાસા પર પડતો પ્રભાવ
લાનીના અને અલનીનો જેવી પરિસ્થિતિઓ સાથે સાથે ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD) પણ ચોમાસા પર અસર કરે છે. જ્યારે અરબી સમુદ્ર અને બંગાળના ઉપમહાસાગરમાં તાપમાન 28 ડિગ્રીથી વધુ હોય છે, ત્યારે લોપ્રેશર સર્જાય છે, જેનાથી ચોમાસું વધુ સક્રિય બને છે.
મેડન જુલિયન ઓસિલેશન: ચોમાસાનો છૂપાયેલો ખેલાડી
જાણકાર હવામાન વિશ્લેષક મુકે પાઠકના જણાવ્યા મુજબ “મેડન જુલિયન ઓસિલેશન” એટલે કે વાદળોનો એક વિશાળ સમૂહ પૃથ્વીની ફરતે ચક્કર લગાવે છે. ચોમાસા દરમિયાન આ એકથી બે વખત ભારત ઉપરથી પસાર થાય છે અને અસરકારક વરસાદ લાવે છે.
ચક્રવાત અને ક્લાયમેટ ચેન્જ: હવામાનનો નવો ચહેરો
જેમ જેમ લોપ્રેશનનું દબાણ વધે છે, તેમ તેમ તે ડિપ્રેશન અને પછી ચક્રવાતમાં ફેરવાય છે. હાલમાં ચક્રવાતોની દિશા પણ બદલાઈ છે. પહેલાં ચક્રવાતો તમિલનાડુ અને આંધ્ર પ્રદેશથી પસાર થઈ ગુજરાત તરફ આવતા હતા, પણ હવે તેઓ મધ્ય પ્રદેશથી ગુજરાત પહોંચે છે. આ પરિવર્તન સ્પષ્ટ રીતે ક્લાયમેટ ચેન્જના અસરકારક સાબિતી આપે છે.
હવે પૂર્વની તુલનાએ ખુબજ બદલાઈ ગયું છે. વૈજ્ઞાનિક સંશોધનો અને હવામાન વિશ્લેષણો પણ આ વાતને સમર્થન આપે છે કે કુદરતી સંસાધનોનું દોહન અને માનવીય પ્રવૃત્તિઓ ભારતના ચોમાસા પર ગંભીર અસર પાડી રહી છે.