Morari Bapu statement on terrorism: મોરારી બાપુનું મોટું નિવેદન: “આતંકવાદ સામેની લડાઈ એ વિશ્વ માટેનું અનુષ્ઠાન છે”
Morari Bapu statement on terrorism: ઉત્તરાખંડના નંદપ્રયાગ ખાતે ચાલી રહેલી રામકથા દરમિયાન પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ વર્તમાન ભારત-પાકિસ્તાન તણાવ અને તેની પૃષ્ઠભૂમિમાં ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી વિશે ભાવપૂર્ણ પ્રતિભાવ આપ્યો છે.
બાપુએ સ્પષ્ટતા કરી હતી કે, “આ કોઈ શસ્ત્રપ્રયોગ કે હુમલો નથી, આ તો આતંકવાદ સામે ચાલતું એક વિશ્વમંગલ માટેનું યજ્ઞ છે.” તેમણે કહ્યું કે આ પહેલ કોઈ રાષ્ટ્ર કે વ્યક્તિ વિરુદ્ધ નહિ પરંતુ દુષ્કર્મોના મૂળ – આતંકવાદ – સામે છે.
મોરારી બાપુએ શાંતિ તરફ ઈશારો કરતા જણાવ્યું કે, “જ્યારે આતંકનો નાશ થશે, ત્યારે આખું જગત રાહતનો શ્વાસ લેશે.” તેમણે આ પગલાંને “સર્વજીવોના સુખ અને કલ્યાણ માટેનું પગથિયું” ગણાવ્યું.
રામકથાના ભાવસભર માહોલમાં બાપુએ ઉમેર્યું કે, આજની ઘડીએ સમગ્ર દેશમાં દેશભક્તિ અને ગૌરવની લાગણીઓ વહેતી જણાઈ રહી છે. લોકોના મનમાં દેશ માટેની નિષ્ઠા અને ઉર્જા ઉમળકી રહી છે.
આ પહેલાં પણ બાપુએ કહ્યું હતું કે, “આ પગલાં સમયની માંગ છે અને સંપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉચિત રીતે લેવામાં આવ્યા છે.” તેમના તાજેતરના નિવેદનોથી સ્પષ્ટ છે કે તેઓ સરકારના નિર્ણયોને નૈતિક સમર્થન આપી રહ્યા છે અને તેને શાંતિ તરફનું પવિત્ર પગલાં ગણાવી રહ્યા છે.