મોરબી : મોરબી નજીક આવેલ પંચાસર ગામે 20 માર્ચ 2018ના રોજ પ્રૌઢની હત્યા કરવાના કેસમાં તમામ છ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો હતો. જમીનમાંથી માટી ભરવા મામલે થયેલી તકરારમાં ફરિયાદી પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલા ઉ.29 સહિતના લોકો પંચાસરમાં પોતાના મકાનની છત ભરાતી હોય ત્યાં બેઠા હતા ત્યારે એ સમયના મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રહેલા નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, વિક્રમસિંહ નાથુભા ઝાલા, રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, સહદેવસિંહ બાલુભા ઝાલા, હિતુભા બલુભા ઝાલા, અને અરવિંદસિંહ નટુભા ઝાલા સહિતના ઈસમોએ પિસ્તોલ અને 3 બાર બોરની બંદૂકો સાથે ધસી જઇ હવામાં ફાયરિંગ કરી સહદેવસિંહ તેજુભા ઝાલા ઉ. 48ની હત્યા કરી હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં તમામ આરોપીઓની મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી હતી બાદમાં છેલ્લા દસેક માસથી મોરબી જેલમાં રહેલા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા સહિતના આરોપીઓએ હાઇકોર્ટમાં જામીન મેળવવા અરજી કરતા હાઇકોર્ટ દ્વારા સહદેવસિંહ બાલુભા ઝાલાના 10 હજારના શરતી જામીન મંજુર અમે નરેન્દ્રસિંહ નાથુભા ઝાલાના પણ રૂપિયા 20 હજારના બોન્ડ સાથે શરતી જામીન તેમજ અન્ય ચાર ઈસમોનો જામીન પર છુટકારો થયો હતો જો કે આ ગુનામાં ફરિયાદી પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાંથી ત્વરિત નિર્ણય લેવા અરજી કરતા મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટે કેસને ગંભીરતાથી લઈને ડે ટુ ડે ચલાવવા કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં ફરી ફરિયાદી પક્ષ તરફથી પુરાવાઓ સાથે ચેડાં થયાની અરજી હાઈકોર્ટમાં કરી હતી જેમાં બે માસ પૂર્વે ફરી કલમ 201નો ઉમેરો કરી કેસ આગળ ચલાવવાની શરૂઆત કરી હતી જેમાં આજે 03 મેં 2021 ના રોજ આ ચકચારી હત્યા કેસ જજમેન્ટ પર હતો આ ચકચારી કેસમાં આરોપીઓ તરફથી વકીલ ભગિરથસિંહ ડોડીયા, એડવોકેટ જીતેન્દ્રસિંહ જાડેજા,પીનલ ભાઈ,ધ્રુવભાઈ સાહિતનનાઓએ ધારદાર દલીલો કરી હતી જેમાં તમામ દલીલો અને ન્યાયિક પાસાઓને ધ્યાનમાં રાખી મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટના ન્યાયાધીશ એ ડી ઓઝાની કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ હોવાનો હુકમ કર્યો હતો.
જેમાં આજે મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં લઈને તમામ છ આરોપીઓને હત્યા સહિતના તમામ ગુનાઓમાંથી નિર્દોષ જાહેર કર્યા છે તો બીજી બાજુ આ તમામ આરોપીઓ નિર્દોષ છે તો આધેડની હત્યા કોણે નિપજાવી તેના ખરા હત્યારાઓ કોણ છે આવા અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.