Mount Abu Monsoon: નક્કી તળાવમાં નૌકાવિહાર, સનસેટ પોઈન્ટ પર વાદળોની સુંદરતા અને કુદરતી ઝરણાં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર
Mount Abu Monsoon: પશ્ચિમ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન, માઉન્ટ આબુ, છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા સતત વરસાદથી જાણે નવસર્જિત થઈ ગયું છે. વાતાવરણ આનંદમય બન્યું છે, અને કુદરતી ઝરણાં વહેતા થયા હોવાથી પર્યટકો માટે આ સ્થાન સ્વર્ગ જેવી અનુભૂતિ આપી રહ્યું છે.
નક્કી તળાવ પર પર્યટકોનો આનંદ
માઉન્ટ આબુના પ્રસિદ્ધ નક્કી તળાવમાં પ્રવાસીઓ નૌકાવિહારનો આનંદ માણી રહ્યા છે, જયારે બીજી બાજુ આસપાસ વહેતા કુદરતી ઝરણાં દરેક પર્યટકનું મન મોહી રહ્યા છે.
વાદળોથી છવાયેલા રસ્તાઓનો અદભુત દૃશ્ય
સનસેટ પોઈન્ટ તથા આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ પર વાદળોની ચાદર પથરાઈ ગઈ છે, જેને કારણે દિવસે પણ લાઈટ ચાલુ રહેવાની સ્થિતિ સર્જાઈ છે. આવી પળો પર્યટકો માટે અનોખી અનુભૂતિ આપી રહી છે.
હોટલના ભાવમાં ત્રિગુણો વધારો
જો કે, ચોમાસાની સિઝનમાં પર્યટકોનો જબરદસ્ત પ્રવાહ જોવા મળે છે, પરંતુ એ સાથે જ હોટલોના ભાવમાં લગભગ ત્રણ ગણો વધારો થતાં કેટલાક પર્યટકોના બજેટ પર અસર પડી રહી છે.
કુદરતી સૌંદર્ય માણી રહ્યા પર્યટકો
ચોમાસાની ઋતુમાં માઉન્ટ આબુનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. પહાડો વચ્ચેથી પસાર થતા વાદળો, ઝરણાંનો અવાજ અને લીલાછમ વાતાવરણ હજારો પ્રવાસીઓને દર વર્ષે અહીં ખેંચી લાવે છે.