વિધાનસભાની ચૂંટણી લઇ ગુજરાતમાં ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. જેને લઇ તમામ રાજ્કીય પક્ષો ચૂંટણીની તડામાર તૌયારીઓમાં લાગી ચૂક્યા છે. ચૂંટણીને લઇ રાજ્કીય પક્ષો દ્ઘારા બેઠક ધમધમાટ પણ શરૂ થઇ ગયુ છે આજે રાજીવગાંધી ભવન ખાતે ગુજરાત મધ્યઝોન કારોબારીની બેઠક યોજાઇ હતી જેમાં કોંગ્રેસ સંસાદ નારાણ રાઠવાપણ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે મધ્યગુજરાત અને આદિવાસી બેઠકને અંકે કરવા ભાજપ દ્ઘારા મિશન લોટસ ચલાવામાં આવી રહ્યો છે. જેને લઇ આદિવાલી સમાજના લોકોને રિઝવવા પ્રયાસ હાથધરાયા છે. ભાજપના ઓપરેશનને લઇ કોંગ્રેસ પણ હરકતમાં આવી છે. કોંગ્રેસના સંસાદ નારાણ રાઠવાએ વિધાનભાની ચૂંટણીને ઘ્યાનમાં રાખી કોંગ્રેસ 115 બેઠક પર જીત મેળવશે તેવા દાવા સાથે હુંકાર ભર્યો છે. ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં પકડ વધુ મજબૂત કરીશું આ સાથે તેમણે કહ્યુ કે રાષ્ટ્પતિની સમય મર્યાદા પણ પૂર્ણ થઇ રહી છે જેને અમારી ઇચ્છા હશે કે SC ST આદિવાસી નવા રાષ્ટ્રપતિ બને કોંગ્રેસ દ્ઘારા પણ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં સભાઓ. સંમેલનો યોજી ચૂંટણીના ભાગેરૂપે તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે.
