રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વલસાડના અધિક કલેક્ટર તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી. એમ. પટેલ પારડીના પ્રાંત અધિકારી વાય. બી. ઝાલા તેમજ કોલેજના આચાર્ય હર્ષાબેન પટેલ મામલતદાર એચ. એ. પટેલ વગેરે અગ્રણીઓના હસ્તે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુવા મતદાર મહોત્સવ 2017ના સ્પર્ધકો એ શ્રેષ્ઠ બીએલઓ ની કામગીરી બજવનાર કર્મચારી અને વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું અધિક કલેકટર માલીએ ભારતદેશની વિશ્વ મોટામાં મોટી લોકશાહીની તથા મતદાતા દિનની ઉજવણી અંગે માર્ગદર્શન પૂરું પડ્યું હતું કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યપક ગંગાબેન જીતેન્દ્ર ટંડેલે કર્યું હતું અને આભાર વિધિ પારડીના મામલતદાર હરેશભાઇ પટેલે કરી હતી.