NEET UG 2025: NEET UG અરજીમાં વિલંબના મામલે હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: વિન્ડો ફરી ખોલવા ઇનકાર
NEET UG 2025 માટે જરૂરી દસ્તાવેજો સમયસર ઉપલબ્ધ ન હોવાથી અરજી કરી શકી ન હોવાને કારણે એક વિદ્યાર્થીનીએ અરજી વિન્ડો ફરીથી ખોલવાની માંગ સાથે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જોકે, ગુજરાત હાઇકોર્ટે તેની અરજીને ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે અરજદારના દાવો “અપવાદરૂપ” કેસ તરીકે માન્ય નથી.
અરજદારના વકીલોએ દલીલ કરી હતી કે પોર્ટલના કામમાં ટેકનિકલ ખામીઓ હતી અને દસ્તાવેજોની અછત હતી, જેના કારણે રજિસ્ટ્રેશન થઈ શક્યું નહોતું. પરંતુ કોર્ટે જણાવ્યું કે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા પૂર્ણ થવાના પહેલા જ પૂરતા તૈયારી સાથે હોવું જરૂરી છે.
હાઇકોર્ટના ચુકાદામાં જણાવાયું છે કે માત્ર દસ્તાવેજોની અછત અથવા ટેકનિકલ સમસ્યાના કારણસર રજિસ્ટ્રેશન પ્રક્રિયા મુલતવી રાખી શકાતી નથી. એવા કેસમાં જ માત્ર વિન્ડો ફરીથી ખોલવામાં આવે જ્યાં યોગ્ય અને દૃઢ કારણો હોય – આ કેસમાં એવું કઈ રીતે પણ સાબિત થઇ શક્યું નથી.