ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તુવેર પાકની વાવણી અને લણણીમાં વિલંબને કારણે, ઘણા નોંધાયેલા ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવે તેમના પાકનું વેચાણ કરી શક્યા નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને MSP પર તુવેર ખરીદવાનો સમયગાળો 15 દિવસ વધારવા માટે અરજી મોકલી હતી. તેના ભાગરૂપે, કેન્દ્ર સરકારે હવે ખેડૂતોના હિતમાં MSP પર તુવેર ખરીદવાનો સમયગાળો વધારીને 30 મે 2022 કર્યો છે. ફાર્મિંગ રેગ્યુલેટરની રજૂઆતમાં એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ નિર્ણયથી મહત્તમ ખેડૂતોને ફાયદો થશે..આ ઉપરાંત વર્ષ 2021-22 માં ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂ. 6,300 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી અન્વયે કુલ 18,535 ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી રાજ્ય નોડલ એજન્સી ગુજકોમાસોલ દ્વારા ગત તા.15 ફેબ્રુઆરી-2022 થી શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં રાજ્યના 8,617 ખેડૂતો પાસેથી રૂ. 104 કરોડની કિંમતની 16,480 મે.ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો તા.15 મે-2022 ના રોજ પૂર્ણ થયો હતો જે હવે તા. 30 મે-2022 સુધી લંબાવાયો છે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે..


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.