રાજ્ચમાં વિધાનસભાની ચૂંટણી લઇ કોંગ્રેસ પણ હરકતમાં આવી છે. આ વખતે ગુજરાતના રાજકારણમાં ત્રિપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો છે જેમાં ભાજપ કોંગ્રેસ સહિત ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી છે. ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે એક બાદ એક નેતાઓ કેન્દ્રસ્તરેથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આગામી વિધાનસભાની ચૂંટણી અંગે માર્ગદર્શન આપી રહ્યા છે.
તાજેતરમાં કોંગ્રેસના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્ય નિરીક્ષક અશોક ગહેલોત ગુજરાતની મુલાકાતે હતા જયા તેમણે સૌરાષ્ટ્ર ઝોનની સહિત 182 વિધાનસભાની બેઠકોની પ્રવર્તમાન સ્થિતિ અંગે વિશલેષણ કર્યુ હતુ કોંગ્રેસમાં દિવસેને દિવસે રાજીનામું દૌર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ હવે ડેમેજ કોન્ટ્રલ કરવા કામે લાગી છે આગામી 5 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે ત્ચાર બાદ કોંગ્રેસના નવા નવા કાર્યક્રમ નક્કી થશે હાલ કોંગ્રેસ મોઘવારી અને બેરોજગારીના મુદ્દા સાથે લોકોની વચ્ચે જઇ રહી છે બેરોજગારી મુદ્દે આગામી 10 સપ્ટેમ્બરે કોંગ્રેસ દેશવ્યાપી આંદોલન કરશે.