રાજ્યમાં છેલ્લા થોડાક દિવસથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ઉત્તરપ્રદેશ અને બિહારની જેમ હવે ફાયરિંગ ઘટનાઓ સામાન્ય બનતી પ્રકારે દિવસને દિવસે આ કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે, રાજ્યમાં ગુનેગારોને પોલીસનો કોઇ ખૌફ રહ્યો ન હોય તેવી રીતે બેફામ બન્યા છે અને કાયદા વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડાવી રહ્યા છે ગાંધીનગર માંથી ફાયરિંગ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે આ ફાયરિંગની દરમિયાન એક વ્ચકિતનું મોત નિપજ્યું હોવાનું પ્રથામિક અહેવાલ સામે આવી રહ્યો છે.
ગાંધીનગરના નિગમ બિજ કચેરી બહાર ફાયરિંગ ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે કોઇ અજાણ્યા શખ્સે અંગત અદાવત રાખી ફાયિરંગ કર્યુ હોવાનું સામે આવ્યો છે જેમાં એક રાઉન્ડ ફાયરિંગમાં એક વ્યકિતના મોતના સમાચાર મળતા ખળખભળાટ મચી જવા પામ્યુ છેં ઇન્દ્રોડ પાસે રહેતા ઠાકોરના મોતથી આજુબાજુના લોકોમાં પણ દહેશતનો માહોલ સર્જોયો છે ઘટનાને પગલે ગાંધીનગર સેક્ટર 7ના પોલીસનો કાફલો સહિત ઉચ્ચઅધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે અને મૃતકને પી એમ અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયો છે તેમજ પોલીસ દ્રારા ફાયિરંગ કરનાર શખ્સો કોણ છે. અને સમ્રગ વિસ્તારના CCTV તપાસી આરોપીને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પાટનગર ગાંધીનગરમાં આ પ્રથમ વખત ફાયરિંગ ઘટના બની તેવું પણ અનુમાન લગાવામાં આવી રહ્યો છે.