Operation Sindoor : ભારતના મક્કમ જવાબે દેશભરમાં ગુંજ્યું ‘જય હિન્દ’: વાંચો કોણે શું કહ્યું
Operation Sindoor : જમ્મુ-કાશ્મીરમાં થયેલા પહલગામ આતંકી હુમલાનો ભારતે “ઓપરેશન સિંદૂર”થી જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9થી વધુ આતંકી ઠેકાણા નિશાન બનાવી એરસ્ટ્રાઈક કરી હતી. આ ઘટનાને લઈ દેશના વિવિધ રાજકીય નેતાઓએ સેનાના આ કાવ્યને સહાર્યો છે અને પાકિસ્તાન સામે ભારતની દ્રઢ નિતિને સમર્થન આપ્યું છે.
ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું ગૌરવ:
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું:
“આતંક સામે ભારતનું ઓપરેશન સિંદૂર, ભારત માતા કી જય!”
આ સાથે તેમણે ભારતીય લશ્કરના હિંમતભર્યા પગલાના વખાણ કર્યા હતા. .
ઓવૈસીએ પાકિસ્તાને પાઠ શીખવો જોઈએ એમ કહ્યું:
AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, “હું પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર થયેલા આ ટાર્ગેટેડ હુમલાનું સ્વાગત કરું છું. પાકિસ્તાનને એવી કડક સજા મળવી જોઈએ કે ફરી કદી પણ પહલગામ જેવી ઘટના ન બને.”
યોગી અને હર્ષ સંઘવીનો રાષ્ટ્રવાદી પ્રતિસાદ:
યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લખ્યું, “જય હિન્દ, જય હિન્દ કી સેના”, …
કોંગ્રેસની તરફથી પણ આવ્યું સમર્થન:
કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કહ્યું કે, “પાકિસ્તાન અને પીઓકેમાં જે પણ આતંકી તત્વો છે, તેમનો સંપૂર્ણ નાશ કરવો જરૂરી છે. રાષ્ટ્ર હિતમાં લેવાયેલા પગલાઓનું અમારૂ સંપૂર્ણ સમર્થન છે.”
સૂફી કાઉન્સિલે પણ કહ્યું – સિંદૂર એટલે બલિદાનની ચિહ્ન:
ઓલ ઈન્ડિયા સૂફી સજ્જાદનશીન કાઉન્સિલના અધ્યક્ષ સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ જણાવ્યું કે, “આજે ભારતે વિશ્વને બતાવ્યું કે તે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ રાખે છે. સિંદૂર આપણા સંસ્કૃતિક મૂલ્યોનું પ્રતિબિંબ છે અને તેને નુકસાન પહોંચાડનારાને હવે જવાબ મળ્યો છે.”
અજય રાયે પણ બોલ્યા – રાફેલની તાકાતથી દુશ્મન ચકચાર:
કોંગ્રેસના નેતા અજય રાયે જણાવ્યું કે, “હું સેનાનો આભાર માનું છું. જેને પરિવાર ગુમાવ્યો છે, તેમને એક પ્રકારનો ન્યાય મળ્યો છે. અમે હંમેશાં મજબૂત કાર્યવાહીની માંગ કરી હતી અને આજે તે સાબિત થઈ છે કે ભારત હવે ધીમી પ્રક્રિયા નહીં, તાત્કાલિક જવાબ આપે છે.”