Operation Sindoor : ઓપરેશન સિંદૂર હેઠળ રાજ્યના 18 જિલ્લાઓમાં આજ રોજ મોકડ્રિલ, 15 સ્થળે ઇમરજન્સી સાયરન વાગશે
Operation Sindoor : આજ રોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓપરેશન સિંદૂરના ભાગરૂપે સુરક્ષા તૈયારી માટે વિશાળ સ્તરે મોકડ્રિલ યોજાઈ રહી છે. ખાસ કરીને અમદાવાદ શહેર અને જિલ્લામાં સાંજના 4 વાગ્યાથી લઈને રાત્રિના 8:15 સુધી આ ડ્રીલ યોજાશે. શહેરની અંદર કુલ 15 વિસ્તારોમાં ઇમરજન્સી સાયરન વાગશે…. જેમાંથી 10 સ્થળ અમદાવાદ શહેરમાં હશે.
આ સાયરન વાગવાનો હેતુ માત્ર નાગરિકોને ભૂતકાળની અસામાન્ય પરિસ્થિતિઓ માટે તૈયાર કરવો છે. સાયરન સંભળાય ત્યારે નાગરિકોએ ભય પામ્યા વિના સલામત સ્થળે જવાની પ્રેક્ટિસ કરવાની રહેશે….
રાત્રિના 7:45થી 8:15 સુધી રાજ્યમાં સ્વૈચ્છિક બ્લેકઆઉટ:
આ સમય દરમિયાન લોકોના સહયોગથી ઘરો અને દુકાનોના પ્રકાશ બંધ રાખવામાં આવશે. બધા રસ્તાની લાઇટ્સ પણ બંધ રહેશે જેથી રાત્રીના અંધારપટ જેવી સ્થિતિનું પરિક્ષણ શક્ય બને.
મોકડ્રિલ દરમિયાન ખાસ સૂચનાઓ:
લિફ્ટનો ઉપયોગ ટાળવો
હળવે યાતાયાત કરવી
બહાર પ્રકાશ ન આવે તેનું ધ્યાન રાખવું
ફરજિયાત કામગીરી ચાલતી રહેશે, પણ પ્રકાશ નિયંત્રણ સાથે
હોસ્પિટલ જેવી ઇમરજન્સી સેવાઓ આમાં ભાગ લેશે નહીં, પરંતુ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે
આ સમગ્ર કાર્યક્રમ સિવિલ ડિફેન્સ અને મહેસુલ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહ્યો છે. બ્લેકઆઉટ અને ઇમરજન્સી પરિસ્થિતિ દરમિયાન લોકો શું કરે અને શું ન કરે તે અંગેની જાગૃતિ માટે આ પ્રયાસ કરાયો છે.