પદ્માવતી ફિલ્મને લઈને સતત વિવાદ વકરી રહ્યો છે. અમદાવાદમાં ક્ષત્રિય શિરોમણી શ્રી શેરસિંહ રાણાના નેતૃત્વમાં ગૌરવ સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત 3 ડિસેમ્બરના સમગ્ર ગુજરાત ભરમાંથી આ સભામાં આવશે અને પદ્માવતી ફિલ્મનો વિરોધ કરશે।
પદ્માવતી દેવીએ સંસ્કૃતિ અને રાજપૂત સમાજ ખાતર 16,000 સ્ત્રીઓ સાથે ચિતોડગઢમાં ઇસ 1303માં સામુહિક જૌહર કર્યું હતું ઇતિહાસ સાથે ચેડાં કરી રાણી પદ્માવતી અને અલાઉદીન ખીલજી સાથે ના ઇતિહાસને તોડી મરોડી સંજય લીલા ભણસાલીએ તેમની ફિલ્મ પદ્માવતી બનાવી છે આથી સમગ્ર ભારતના રાજપૂત સમાજ અને સર્વે હિન્દૂ સંગઠનો પોતાનો વિરોધ દર્શવવા અને શક્તિ પ્રદર્શન કરવા એકત્રિત થશે
આગામી દિવસોમાં તમામ જિલ્લામાં આ રીતે રેલીનું સભાઓનું આયોજન કરવામાં આવશે। 25 નવેમ્બરે સુરત, 26 નવેમ્બરે ધાનેરા, 27 નવેમ્બરે આણંદ, 28 નવેમ્બરે કાંકરેજ, 29 નવેમ્બર રાજકોટ, 30 નવેમ્બરે ભુજ મહાસંમેલન યોજાશે જેમાં આ ફિલ્મનો વિરોધ કરવામાં આવશે।