રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 14,78,629 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાથી 82,087 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 64,830 દર્દી ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા તેમજ 2839ના મોત નિપજ્યાં છે.
રાજ્યમાં છેલ્લા 10 દિવસથી ટેસ્ટની સંખ્યામાં વધારો થયો છે. ગઈકાલે સૌથી વધુ 63031 ટેસ્ટ થયા હતા. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કુલ નવા 1,145 કેસ નોંધાયા છે અને 17 દર્દીના મોત થયા છે. જ્યારે 1120 દર્દી સાજા થયા છે.
હાલમાં કુલ 14,418 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 દર્દી વેન્ટિલેટર પર છે અને 14,337ની હાલત સ્થિર છે.