Panchayat Recruitment : વર્ક આસિસ્ટન્ટ માટે 984 અને ટ્રેઝર માટે 245 જગ્યાઓ ઉપલબ્ધ
Panchayat Recruitment : તૈયાર રહો ….સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ યુવાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેઝર વર્ગ-3 માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 1239 પદો માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
ભરતી પદો અને જગ્યાઓ
વર્ક આસિસ્ટન્ટ – 984 જગ્યાઓ
ટ્રેઝર (વર્ગ 3) – 245 જગ્યાઓ
કુલ મળીને 1239 પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ થશે.
ફોર્મ ભરવાની તારીખો:
ફોર્મ ભરવાની શરૂઆત: 17 મે, 2025
છેલ્લી તારીખ: 10 જૂન, 2025
ફી ભરવાની છેલ્લી તારીખ: 10 જૂન, 2025 (SBI E-Pay દ્વારા)
અરજદારો ojas.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકશે.
વર્ગવાર જગ્યાઓનું વિભાજન (વર્ક આસિસ્ટન્ટ):
સામાન્ય વર્ગ: 456 જગ્યા
આર્થિક રીતે નબળો વર્ગ (EWS): 84
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC): 256
અનુસૂચિત જાતિ (SC): 53
દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત: 52
પૂર્વ સૈનિક માટે અનામત: 88
ટ્રેઝર માટે જગ્યાંઓનું વર્ગીકરણ:
સામાન્ય વર્ગ: 148
આર્થિક રીતે નબળા વર્ગ (EWS): 12
SEBC: 57
SC: 22
ST: 6
આ ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
અરજી કરતા પહેલા ઉમેદવારોએ પાત્રતા માપદંડો અને સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી રહેશે.
સમયસર ફી ભરવી જરૂરી છે નહીં તો અરજી માન્ય ગણાશે નહીં.
આ ભરતી ગુજરાતના હજારો નોકરી શોધી રહેલા યુવાઓ માટે એક સારા અવસરની તક બની શકે છે. તમે યોગ્ય પાત્રતા ધરાવતા હો તો ફોર્મ જરૂરથી ભરો અને તૈયારી શરૂ કરો.